વારા પછી વારો: રાજકોટ સિવિલના 30 તબીબોને અમદાવાદ દોડાવાયા

0
88

એક સમય એવો હતો કે જ્યારે અમદાવાદના તબીબોને રાજકોટ દોડાવવા પડ્યા’તા, હવે ઉલટી ગંગા…

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાએ ‘ઉથલો’ મારતાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં કેસમાં તોતિંગ વધારો થતાં તંત્રના શ્ર્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ બગડી હોવાને કારણે દરેક શહેરોની સિવિલના તબીબોને ત્યાં દોડાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત રાજકોટ સિવિલના 30 ડોક્ટરોને પણ 45 દિવસના ડેપ્યુટેશન માટે અમદાવાદમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે રાજકોટમાં કેસ અને મૃત્યુ અનહદ રીતે વધી જતાં અમદાવાદ, બરોડા અને સુરતના તબીબોની ફોજ રાજકોટ ઉતારવામાં આવી હતી અને સ્થિતિ થાળે પડી જતાં તેમને રવાના પણ કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે અમદાવાદમાં કોરોનાએ માથું ઉંચકતાં રાજકોટના તબીબોને અમદાવાદ મુકવામાં આવ્યા છે.
આ અંગે મેડિકલ કોલેજના વર્તુળોએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના ટીબી એન્ડ ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવતાં ડો.બ્રિજેશ કોયાણી, ડો.ભાવિ ચૌહાણ, ડો.પરિમલ ગુર્જર, ઓપ્થલમોલોજી વિભાગના ડો.મીતી શાહ, ડો.હિરલ ભાલોડિયા, સર્જરી વિભાગના ડો.હિરલ ચૌધરી, ડો.હિતેષ ગામીત, ડો.મેહુલ અડાલજા, ડો.શૈલેષ ગુપ્તા, ડો.મનોહર કદમ, ઈ.એન.ટી.ના ડો.રૂષી શાહ, ડો.શીલ્પા પરમાર, ડો.ચિરાગ તાવીયાદ, એનેસ્થેસીયા વિભાગના ડો.જીનલ ગોહિલ, ડો.સ્વાતી સંઘાણી, ડો.પ્રિયંકા શાહ, પેથોલોજી વિભાગના ડો.રૂષાંગ દવે, ડો.મહેશ વાંટકીયા, ડો.રવિ કોઠારી, ડો.નુપુર બારુહ, ડો.મનિષા ચૌધરી, ઓર્થોપેડિક્સ વિભાગના ડો.આકાશ પટેલ, ડો.અરુણ રાઠોડ, સ્કીન વિભાગના ડો.વૈષ્ણવી, ડો.દિનેશ ચૌધરી, મેડિસિન વિભાગના ડો.રાજવી ઠક્કર, ડો.પૂર્વી શુક્લા, ડો.વત્સલ સંપત, ડો.ભાવિક શાહ અને ડો.વિજય પરમાર સહિતના 30 ડોક્ટરોને અમદાવાદની એસ.વી.પી.હોસ્પિટલમાં 45 દિવસના ડેપ્યુટેશન માટે તા.21-11-2020ના સવારે 11:30 વાગ્યાથી તા.4-1-2021 સુધી ડેપ્યુટેશન પર મુકી દેવામાં આવ્યા છે.
સરકાર દ્વારા રાજકોટ મેડિકલ કોલેજમાં એનેસ્થેસીયાના 3, મેડિસીનના 5, જનરલ સર્જરીના 5, પેથોલોજીના 5, ઓપ્થલ્મોલોજીના 2, ઈએનટીના 3, ટીબી એન્ડ ચેસ્ટના 3, સ્કીનના 2 અને ઓર્થોપેડિક વિભાગના 2 ડોક્ટરોની માગણી કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી કુલ 100 ડોક્ટરોને અમદાવાદમાં મુકવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી મેડિકલ કોલેજના 100 તેમજ સરકારી અને સ્વનિર્ભર ડેન્ટલ કોલેજના 73 મળી કુલ 173 તબીબોને એસ.વી.પી. હોસ્પિટલમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે શું ત્યાં ડોક્ટરો છે નહીં ? શું એસ.વી.પી.માં એડમિશન થતાં જ નથી ? આ સહિતના પ્રશ્ર્નો અત્યારે તબીબી આલમમાં ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here