સિવિલમાં સ્થિતિ ગંભીર : એક દિવસમાં 116 દર્દીઓ, સિનિયર ડૉક્ટર્સ પણ કોરોનાની ઝપેટમાં

0
57

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં દર 2 મિનિટે એક એમ્બ્યુલન્સ આવી રહી છે. અને ઘણા ખરા સિનિયર ડોક્ટર્સ કોરોના પોઝિટિવ બની ચુક્યા છે.

  • સિવિલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતા
  • સિવિલના સિનિયર ડોકટર પણ કોરોનાની ઝપેટમાં
  • અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રજનીશ પટેલે જણાવ્યું હતુ કે, અમદાવાદ સિવિલમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. સિવિલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતા જ્યારે સિવિલના સિનિયર ડોકટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડની મુખ્ય જવાબદારી નિભાવતા ડોકટર સંક્રમિત થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દર 2 મિનિટે એક એમ્બ્યુલન્સ આવી રહી છે. અમદાવાદ અને આસપાસના દર્દીઓને સારવાર અપાઇ રહી છે. 

સિવિલના સિનિયર ડોકટર પણ કોરોનાની ઝપેટમાં

અમદાવાદ સિવિલ માટે કોરોના ઘાતક બની રહ્યો છે. સિવિલના સિનિયર ડોક્ટરો કોરોનાનો શિકાર બન્યા. નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ બી.કે.પ્રજાપતિ કોરોના પોઝિટિવ આવ્યા છે. મેડિસિન વિભાગના વડા ડૉ.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડૉ.નિલિમા પણ સંક્રમિત થયા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ.જયેશ સચદેવ પણ પોઝિટિવ આવ્યા છે. એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.શૈલેષ શાહ પણ પોઝિટિવ આવ્યા છે. અન્ય ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. લોકોને બચાવતા સિવિલના તબીબો કોરોનાનો શિકાર બન્યા.  

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો

સિવિલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતા. અમદાવાદમાં કોરોના વિસ્ફોટ હાલ 1200 બેડની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે તૈયાર છે. સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ ગંભીર દર્દીઓ દાખલ છે. જેને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ વધારો કરાયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here