અલંગમાં 14 માળનું ભારતનું સૌથી મોટું ક્રૂઝ શિપ ભંગાશે, ક્રૂઝમાં 162 બાલ્કની કેબિન, 8 રેસ્ટોરાં, 3 વાઇન બાર, 2 સ્વિમિંગ પૂલ અને નાઇટ ક્લબની સુવિધા

0
337
 • શિપમાં 2014 મુસાફરની ક્ષમતા : લાંબા અરસા બાદ અલંગમાં પેસેન્જર શિપનું થશે આગમન

લાંબા અરસા બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપનું આગમન માસાંતે થશે. ભારતનું સૌથી મોટું અને લકઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ 11.65 લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. કેશ બાયરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતના શિપબ્રેકરોને જહાજ વેચવાની વાટાઘાટો કરી હતી. એમાંથી અલંગના પ્લોટ નં.વી-7 દ્વારા આ શિપ ખરીદ્યું છે.

કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ 12મી માર્ચ 2020થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ 60 ક્રૂ-મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતુ. કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને તે ક્રૂઝ સેવામાં ખાસ્સું લોકપ્રિય છે. અલંગના પ્લોટ નં.વી-7 આર.કે.ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યું છે.

નવેમ્બરના અંત સુધીમાં આ જહાજ અલંગ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતા કર્ણિકા લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલીકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે, પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો.

ડાન્સ ફ્લોર, નાઇટ કલબ આકર્ષણનું કેન્દ્ર

 • લક્ઝુરિયસ પેસેન્જર જહાજ કર્ણિકા 1990માં બનાવવામાં આવેલું છે.
 • જોગિંગ ટ્રેક, ડેક ચેસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, લોન બોલ સ્પોર્ટ્સ સવલતો
 • 14 માળ À 2014 પેસેન્જર અને 621 ક્રૂનો સમાવેશ
 • 430 પેસેન્જર કેબિનો
 • 162 બાલ્કની કેબિન
 • 8 રેસ્ટોરાં
 • 2 સ્વિમિંગ પૂલ
 • 3 વાઇન બાર
 • 1 મિની થિયેટર
 • 2 એક્વા સ્પા
 • પૂલ સાઇડ મોટી સ્ક્રીન, ડાન્સ ફ્લોર, નાઇટ કલબ
 • 2 ઝાકુઝી
 • 31046 મેટ્રિક ટન વજન
 • 245 મીટર લાંબું
 • 32 મીટર પહોળું
 • 8 મીટર ઊંચાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here