ભુલેચુકે ના રાખતા આ પાસવર્ડ, જાણી લો 2020ના સૌથી વીક પાસવર્ડનુ લિસ્ટ

0
112

ટેકનોલોજીના વધતા મહત્વની સાથે સાથે કોઈ પણ કામ માટે એકાઉન્ટ બનાવવુ અને તેનો પાસવર્ડ રાખવો જરુરી બની ગયુ છે.જોકે પાસવર્ડ ભુલી ના જવાય તેની લ્હાયમાં ઘણા લોકો યાદ રહે તેવો પાસવર્ડ રાખે છે અને તે હેક થવાની શક્યતા પણ રહેતી હોય છે.

જો તમે મજબૂત પાસવર્ડ ના રાખો તો તે હેક થવાની અને તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.દર વર્ષે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા અને હેક થવાની દ્રષ્ટિએ સૌથી ખરાબ પાસવર્ડનુ લિસ્ટ બહાર પાડવામાં આવતુ હોય છે.આ લિસ્ટમાં એવા પાસવર્ડ હોય છે જે બહુ નબળા હોય છે અને આવા પાસવર્ડ વાળા એકાઉન્ટ હેક પણ જલદી થઈ શકે છે.

પાસવર્ડ મેનેજર નોર્ડ પાસ દ્વારા આવા વીક પાસવર્ડનુ લિસ્ટ જાહેર કરાયુ છે અને આ એવા પાસવર્ડ છે જે 2.3 કરોડ વખત ક્રેક થઈ ચુક્યા છે.કંપનીએ સૌથી ખરાબ 200 પાસવર્ડનુ જે લિસ્ટ જાહેર કર્યુ છે તેમાં 123456 આ વર્ષનો સૌથી ખરાબ પાસવર્ડ ગણાવાયો છે.જાણો આ લિસ્ટના કેટલાક પાસવર્ડને

123456

123456789

picture1

password

12345678

111111

123123

12345

1234567890

1234567

qwerty

abc123

Million2

000000

1234

iloveyou

aaron431

password1

qqww1122

નોર્ડપાસ સંસ્થા કહે છે કે, આસાનીથી યાદ રહે તે માટે લોકો સરળ પાસવર્ડ વાપરે છે પણ તેને ક્રેક કરવાનુ કામ પણ એટુલ જ આસાન હોય છે.રિપોર્ટ પ્રમાણે 2020માં ચોકલેટ શબ્દને 21000 લોકોએ પાસવર્ડ રાખ્યો હતો.જ્યારે 37000 લોકોએ પોકેમોન શબ્દનો પાસવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here