ખાણીપીણી બજારમાં ફરી બ્રેક લાગી, વેપારીઓએ કહ્યું ફરી ધંધા પડી ભાંગશે, શું દિવસે કોરોના નહીં થાય?

0
94
  • રેસ્ટોરાંના નાના ધંધાર્થીઓએ કહ્યું ધંધા ફરી ભાંગી પડશે
  • શું દિવસે કોરોના નહીં થાય અને રાત્રે જ કોરોના થશે

આજે રાત્રે 9 વાગ્યા પછી રાજકોટ થંભી જશે. કોરોનાના વધતા કેસને લઈને રાજકોટમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવી છે. ત્યારે ન્યુઝ અપડેટ્સ ની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારના ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓની મુલાકાત લીધી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ ધંધાઓ પડી ભાંગશે. દિવાળીના તહેવારોમાં ઘરાકી વધતા આશા જાગી હતી. પરંતુ ફરી લોકડાઉન જેવું જ થઈ જતાં ધંધા-રોજગાર પર ખુબજ મોટી અસર પડશે.

કર્ફ્યૂ જાહેર થતાં ધંધા રોજગાર પર મોટી અસર થશે
વેપારીઓનું કહેવું છે કે શું કોરોના રાત્રે જ થશે? શું દિવસના કોરોના નહીં થાય? કારણ કે ફાસ્ટ ફૂટ અને ખાણીપીણીનાં ધંધામાં રાત્રે જ ઘરાકી જોવા મળતી હોય છે. ત્યારે રાજકોટમાં રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યૂ જાહેર થતાં વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે કર્ફ્યૂ જાહેર થતાં ધંધા રોજગાર પર મોટી અસર થશે.

ફાસ્ટ ફુટના ધંધા પર મોટી અસર જોવા મળશે- હાર્દિકભાઈ
ખાણીપીણીના ધંધાર્થી હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે કર્ફ્યૂનાં કારણે ધંધા પર મોટી અસર પડશે. ફાસ્ટ ફૂડનો ધંધો રાતનો જ હોય છે. પણ રાત્રે જ કર્ફ્યૂ જાહેર કરતાં ધંધા પર ખુબજ મોટી અસર થશે. દરરોજનું 4-5 હજારનું નુકસાન થશે.

દિવાળીના તહેવારોમાં ઘરાકી જોવા મળી હતી પણ હવે મોટુ નુકસાન થશે- રવિ પુજારા
રવિ પુજારાએ જણાવ્યું હતુ કે ધંધા પર અસર આવશે. 9 વાગ્યે કર્ફ્યૂ જાહેર કરી છે. ધંધાવાળા લોકો રાત્રે 9 વાગ્યે તો ઘરે પહોંચતા હોય છે અને તે બાદ બહાર નીકળતા હોય છે. પણ હવે 9 વાગ્યા પછી કર્ફ્યૂ જાહેર કરતા ખુબજ મોટો ફટકો પડશે. દિવાળીના તહેવારોમાં સિઝન ખૂલતા ઘરાકી જોવા મળી હતી. પરંતુ ફરી પાછી એ જ સ્થિતિ આવીને ઉભી રહેતા ધંધા રોજગાર ભાંગી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here