રાજ્યની જેલોમાં કેદીઓ માટે ‘ફીટ ઇન્ડિયા મુવમેન્ટ’ શરૂ થશે

0
127

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફીટ ઇન્ડિયા મુવમેન્ટની પહેલ કરાઈ હતી. હવે આ કાર્યક્રમ અંતર્ગત જેલમાં પણ કેદીઓ માટે ફીટ ઇન્ડીયા મુવમેન્ટ હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવા પરવાનગી અપાઇ છે. આ અંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીને તારીખ તેમજ આયોજન નક્કી કરવા રાજ્યની જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીએ જાણ કરી છે.અધિક પોલીસ મહાનિર્દેશકના હુકમથી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વહીવટી અધિકારી બી.ડી. રાજપૂતે આ અંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ફીટ ઇન્ડીયા મુવમેન્ટના નોડલ ઓફીસર અર્જુનસિંહ રાણાને પત્ર લખ્યો છે જેમાં જણાવાયું છે કે, ગુજરાતની તમામ જેલોમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કેદીઓને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા, આત્મ વિશ્ર્વાસ કેળવવા કાર્યક્રમ કરવાની પરવાનગી અપાઈ છે.કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની શરતે અને જેલના નીતિ-નિયમો મુજબ જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે એ રીતે અધિક્ષકના પરામર્શમાં રહી સમય અને તારીખ નક્કી કરી ફીટ ઇન્ડીયા મુવમેન્ટ કાર્યક્રમ યોજવા જણાવાયું છે. આ અંગે રાજયની તમામ જેલના અધિક્ષકોને પણ જાણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here