ભારતીના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો, પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત કબૂલી

0
180

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘરેથી સેવન કરી શકાય તેટલા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી

પૂછપરછ માટે ભારતી સિંહ NCBની ઑફિસે પહોંચી

ભારતીની સાથોસાથ તેના પતિ હર્ષ લિંબાચિયાને પણ NCBની ઑફિસે લાવવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

કોણ છે ભારતી સિંહ? ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શૉ’માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here