10 ડિસેમ્બરે રસી અંગે મળશે મહત્વની બેઠક, મંજૂરી મળી તો 11 ડિસેમ્બરે ઉપલબ્ધ હશે કોરોનાની રસી

0
98

દુનિયાભરના દેશો કોરોનાની રસી તૈયાર કરવા દિવસરાત એક કરી રહ્યા છે. જેમાંથી કેટલાક દેશ રસીના ત્રીજા ફેઝના ટ્રાયલ સુધી પહોંચ્યા છે. આ વચ્ચે અમેરિકામાં કોરોનાની રસી આગામી મહીનાના બીજા સપ્તાહમાં આવી શકે છે. કોવિડ-19ને લઈને રસી તૈયાર કરવા અંગે પ્રમુખ મોન્સેફ સલૌઈએ કહ્યું છે કે અમેરિકાના લોકોને 11 ડિસેમ્બર સુધીમાં રસી મળી શકે છે. 

કોરોનાની રસી બનાવતી કંપની ફાઈઝરે શુક્રવારે ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને અરજી કરી હતી જેમાં તેની રસીનો ઉપયોગ કરવા મંજૂરી માંગી હતી. હવે જાણવા એમ પણ મળ્યું છે કે એફડીએ વેકસીન સલાહકાર સમિતિને 10 ડિસેમ્બરે મળશે. આ બેઠકમાં રસીના ઉપયોગને મંજૂરી મળશે તેવી આશા છે. જો આ બેઠકમાં રસીને મંજૂરી મળી તો બીજા જ દિવસથી લોકો માટે રસી ઉપલબ્ધ હશે. 

રસી અંગે સલૌઈનું કહેવું હતું કે તેમનું લક્ષ્ય છે કે મંજૂરી મળ્યાના 24 કલાકમાં જ રસીને એ જગ્યાઓએ પહોંચાડી લોકોને આપવામાં આવે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે. આ કામ 11 અને 12 ડિસેમ્બર સુધીમાં થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચર્ચાઓ હતી કે વર્ષના અંત સુધીમાં કોરોનાની રસીના 4 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. વાઈટ હાઉસ વોશિંગટન, ટ્રપ પ્રશાસન દેશમાં રસીનું વિતરણ કરેવી રીતે કરવું તેની યોજના પર કામ કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here