જૂનાગઢ શહેરમાં કોરોના વિસ્ફોટ વધુ ૩૨ કેસ સહીત જિલ્લા માં કુલ ૪૧ ને કોરોના

0
511

જૂનાગઢ : શહેર અને જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થતા એકીસાથે ૪૧ કેસ સામે આવ્યા છે, જેમાં શહેરમાં ૩૨, વંથલીમાં ૪, ભેસાણ, કેશોદમાં ૨-૨, વિસાવદરમાં એક કેસ સામે આવ્યો છે, ખાસ કરીને જૂનાગઢના મેયરના પત્ની, અને સી ડીવીઝનના એક પોલીસકર્મી સહીત શહેરમાં ૩૨ કેસ અને જિલ્લામાં ૯ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના ૨૭૧ અને બહારના જિલ્લાના ૩૯ મળીને કોરોના ૩૧૦ ર પહોચ્યો છે, જેમાંથી ૧૬૬ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે, જયારે ૭ ના મોત અને હાલ ૧૩૭ કેસ એક્ટીવ છે.

જૂનાગઢ શહેરમાં આજે ભાટિયા ધર્મશાળા રોડ ઉપર ૪૫-સિલ્વરપાર્કમાં સુફી યુનુસ દલાલ ઉ.૪૮, દોલતપરામાં આદિત્યનગર દાનેવ એપાર્ટમેન્ટમાં પ્રકાશ મુળજીભાઈ ભગનાની ઉ.૪૯, ગાંધીગ્રામમાં ફુલીયા હનુમાન પાસે ગીતાબેન રજનીકાંત સોરઠીય ઉ.૫૫ પોઝીટીવ આવ્યા છે.

ગાંધીગ્રામ ગિરનાર હાઈટ્સ સરસ્વતીમાં પરેશ હરેશભાઈ પુજારી ઉ.૪૨, આનંદ એપાર્ટમેન્ટમાં મુકેશ કાંતિલાલ ભટ્ટ ઉ.૫૮, શાંતેશ્વરમાં વસુંધરા શેરી મહેશભાઈ શકરભાઈ ચાવલા ઉ.૪૦, જોષીપરામાં અંબાજીનગર ગુરુકૃપા દિલીપ રમેશભાઈ હરિયાણી ઉ.૩૦, આદર્શનગર મીર કોમ્પ્લેક્ષમાં હર્ષદભાઈ રમેશભાઈ રામપ્રસાદી ઉ.૪૦, વડલી ચોક નવાપરામાં ભાવેશ પરશોતમ ઠુંમ્મર ઉ.૩૩ પોઝીટીવ આવ્યા છે.

ખલીલપુર રોડ નીલકંઠનગરમાં ગજેરા દિવ્યેશ વિઠલભાઈ ઉ.૨૫, ઝાંઝરડા રોડ નાગરાજ જીવનધારા-૨ માં ભરતભાઈ ભાયાભાઈ રાવત ઉ.૫૦, ગાયત્રી સોસાયટી મધુરમમાં મનસુખભાઈ કાંતિભાઈ પુરોહિત ઉ.૭૯ અને લક્ષ્મીનગરમાં રીયાબેન દીપકભાઈ સેકવાણી ઉ.૧૬નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જયારે ટીંબાવાડી અંબાજીનગરમાં ૨૨ વર્ષનો યુવાન, દીપાંજલિમાં ગોલ્ડનપાર્કમાં ૩૬ વર્ષનો યુવાન, જોષીપરા શક્તિનગરમાં ૩૬ વર્ષનો યુવાન, જોષીપરા ગોપાલવાડીમાં ૨૬ વર્ષનો યુવાન, પાદરચોકમાં ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ૪૮ વર્ષનો યુવાન, ગંગાનગરમાં ૩૯ વર્ષનો યુવાન, કિરીટનગરમાં ૧૩ વર્ષનો બાળક, દુબળી પ્લોટમાં ૩૪ વર્ષનો યુવાન અને ત્રિલોકનગરમાં ૩૪ વર્ષનો યુવાન પોઝીટીવ આવ્યો છે.

મેયરના પત્નીને ટાઈફોડ થયા બાદ લાગ્યો કોરોના

જુનાગઢમાં ગ્રીનસીટીમાં રહેતા મેયરના પત્ની મીનાબેન ધીરુભાઈ ગોહેલ ઉ.૫૯ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, તેમને ગત તા.૧ થી જ તાવ શરુ થઈ ગયેલ હતો, ત્યારે લોહીનો રીપોર્ટ કરાવતા તેમને ટાઈફોડ હોવાનું જણાયેલ હતું, જેથી તેમણે ૮ દિવસ સુધી ટાઈફોડનો કોર્ષ પૂરો કર્યો પરંતુ ફરી બે દિવસ તાવ આવતા તેમણે સીટી સ્કેન સાથે કોરોના ટેસ્ટ કરાવતા ગઈકાલે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જયારે મેયર ધીરુભાઈને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

વધુ એક પોલીસકર્મી પોઝીટીવ

જુનાગઢમાં અગાવ તાલુકા પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ કોરોના સંક્રમિત બન્યા બાદ આજે સી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા અને જયશ્રી રોડ ઉપર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા કૈલાશભાઈ નાનજીભાઈ જોગિયા ઉ.૩૧નો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ મથક અને પોલીસ ક્વાર્ટરમાં તંત્ર દ્વારા સેનીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

ભેસાણ, કેશોદ, વિસાવદર અને વંથલીમાં કુલ ૯ કેસ

જિલ્લામાં આજે ૯ કેસ સામે આવ્યા છે, જેમાં વંથલી તાલુકામાં નગડીયામાં ૧૮ વર્ષનો યુવાન, કણજા ફાટક પાસે ૩૯ વર્ષનો યુવાન, કણજા ગામમાં ૬૫ વર્ષના વૃધ્ધ, નવલખીમાં સુરતથી આવેલ ૩૨ વર્ષની મહિલા જયારે ભેસાણ તાલુકામાં ખાખરા હડમતીયામાં ૩૬ વર્ષનો યુવાન, કેશોદમાં કેવદ્રામાં ૨૯ વર્ષનો યુવાન અને આલાપ સોસાયટીમાં ૬૫ વર્ષના વૃધ્ધ, વિસાવદરમાં હનુમાનપરા મારુતિનગરમાં રહેતા ૩૭ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જૂનાગઢ વાસીઓ એ હવે ચેતી જવાની જરૂર છે કારણ કે કોરોના ના કેસ માં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના મહાનગરોમાં સ્થિતિ બેકાબુ બનતી જાય છે એટલે ગફલતમાં રહેવાની જરા પણ ભૂલ કરશો નહિ કારણ કે બીજા શહેરોમાંથી હવે લોકો કોરોનથી બચવા ભાગી રહ્યા છે અને નાના શેરો અને ગામડાઓમાં આવી રહ્યા છે ત્યારે દરેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છેબને ત્યાં સુધી ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, હંમેશ માસ્ક પહેરેલો રાખવો જોઈએ અને સોસીયલ ડિસ્ટન્સ નો કડક પાને અમલ કરવો જોઈએ તેમજ વારંવાર હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ જો આમ નહિ કરવામાં આવે તો આવતા દિવસોમાં કોરોના કોઈપણ વ્યક્તિને શિકાર
બનવી શકે છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here