ખાનગી હોસ્પટિલોને લઇને મોટો ખુલાસો, સામાન્ય લક્ષણ દેખાતા દર્દીઓને દાખલ કરી કૃત્રિમ અછત ઊભી કરી

0
98

AMCના ઉચ્ચ અધિકારીઓએ આજે શહેરની કોવિડ હોસ્પિટલોમાં પથારીઓ અંગેની સમીક્ષા કરી હતી અને AMCએ હાલમાં શહેરની કોવિડ હોસ્પિટલોમાં ૧૫૦૦ બેડ ખાલી હોવાનો દાવો કર્યો હતો. AMCએ શહેરની ખાનગી હોસ્પિટલોને પથારીઓની કૃત્રિમ અછત માટે જવાબદાર ગણી છે અને જણાવ્યું હતુ કે, કેટલીક ખાનગી હોસ્પિટલોએ સામાન્ય લક્ષણવાળા દર્દીઓને ફોન કરી બોલાવીને દાખલ કર્યા હતા જેના કારણે કૃત્રિમ અછત સર્જાઇ હતી. સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને દાખલ કરવાની પ્રવૃતિ ગેરકાયદે અને અનૈતિક છે જે બંધ કરવા માટે આદેશ કરાયો હતો.

AMCએ જણાવ્યું હતુ કે, અમુક ખાનગી હોસ્પિટલો જરૂર ન હોય કે પછી ઓક્સિજન લેવલ ઓછું ન હોય તેવા દર્દીઓને ફોન બોલાવીને પથારીઓ ભરવાની પ્રવૃતિ કરી છે. તે અનૈતિક અને ગેરકાયદેસર છે. આવી હોસ્પિટલોના નામોની મ્યુનિ.ને જાણ છે. તેઓને આવી પ્રેકિટસ બંધ કરવા જણાવાયું છે. આ બાબતે અમદાવાદ મેડિકલ એશો.ના હોદ્દેદારોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આજરોજ મુખ્ય અધિક સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં પથારીઓની સમીક્ષા કર્યા બાદ અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃતિ કરતી હોસ્પિટલોને તાકીદ કરાઇ છે કે, કૃત્રિમ રીતે પથારીઓ ભરવાની પ્રવૃતિ કોઇપણ કાળે ચલાવી લેવાશે નહીં.

કોરોનાના દર્દીઓને દાખલ કરવાના ક્રાઇટેરિયા નક્કી કર્યા

૧. ૬૦ વર્ષથી ઉપરના કોવિડ દર્દીને પ્રાયોરીટી આપવામાં આવશે. કોવિડ થાય અને અગાઉથી જ દર્દીને કોઇ અન્ય બિમારી હોય અથવા સારવાર ચાલતી હશે તો પ્રાયોરીટી અપાશે. લીવર, કીડની ટ્રાન્સપ્લાન્ટ, HIV ઇન્ફેક્શનના દર્દીને તાત્કાલિક સારવાર અપાય તેવા પ્રયાસ કરાશે. ૨. છેલ્લા ૩ દિવસથી દર્દીના શરીરનું તાપમાન ૧૦૧ F આવતુ હશે તો દાખલ કરાશે. ૩. ઓક્સિજન લેવલ ૯૪ ટકાથી ઓછુ હોય ૪. ફેફસા સિવાય અન્ય અંગમાં તકલીફ થઇ રહી હોય. ૫. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દાખલ કરાશે. ૬. આ સિવાય ડોક્ટર સ્થિતિ મુજબ નિર્ણય કરશે.

શહેરની વધુ ૮થી ૧૦ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ રિક્વિઝિટ કરાશે

અમદાવાદ મ્યુનિ.એ જણાવ્યું હતુ કે, શહેરની વધુ આઠથી ૧૦ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે રિક્વિઝિટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી વધુ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here