મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું કોરોના વાયરસની ઝપેટમાં નિધન, દક્ષિણ આફ્રિકામાં લીધા અંતિમ શ્વાસ

0
92

મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું દક્ષિણ આફ્રિકામાં રહેતા પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના વાયરસની ઝપેટમાં જ્હોનિસબર્ગમાં નિધન થયું છે. તેઓએ રવિવાર અંતિમ શ્વાસ લીધા. પરિવારના એક સભ્યની જાણકારી મુજબ સતીશ ધુપેલિયાનો ત્રણ દિવસ પહેલા જ 66મો જન્મદિવસ હતો.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર સતીશ ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા મેસથ્રીને કોરોના વાયરસની ઝપેટમાં પોતાના ભાઇના નિધનની પુષ્ટી કરી છે. તેઓએ જણાવ્યું કે સતીશ ધુપેલિયાનો છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં નિમોનિયાનો ઇલાજ ચાલી રહ્યો હતો, આ દરમિયાન તે કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. 

ઉમાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે મારા ભાઇની નિમોનિયા હોવાના કારણે એક મહીના બાદ  બિમારીના કારણે નિધન થયું છે. તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુપરબગના સંપર્કમાં આવ્યા અને તેને કોવિડ-19 પણ થયો. તેઓને સાંજના સમયે કાર્ડિક અરેસ્ટ આવ્યો. 

ઉમા સિવાય સતીશ ધુપેલિયાનું એક બીજી બહેન છે જેનું નામ કીર્તિ મેનન છે. તે પણ જ્હોનિસબર્ગમાં રહે છે. અહી તેઓ મહાત્મા ગાંધીની સ્મૃતિને સન્માનિત કરનારી વિભિન્ન પરિયોજનાઓમાં સક્રિય છે. આ ત્રણેય ભાઇ-બહેન મણિલાલ ગાંધીના વંશજ છે, જેને મહાત્મા ગાંધીએ બે દાયકા પછી ભારત પરત ફર્યા બાદ પોતાનું કામ ચાલુ રાખવા માટે દક્ષિણ આફ્રિકામાં રાખ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here