નાસિકના 17 વર્ષીય યુવાને સાઈકલિંગ દ્વારા નવો રેકોર્ડ બનાવ્યો

0
72

સાત દિવસમાં કાપી પોતાના કાકાનો રેકોર્ડ તોડયો

શ્રીનગરથી કન્યાકુમારીનું ૩૬૦૦ કિમીનું અંતર સાઈકલિંગ દ્વારા સાત દિવસમાં કાપી પોતાના કાકાનો રેકોર્ડ તોડયો

નાસિકના સાઈકલિસ્ટ ઓમ મહાજને સાઈકલ પર શ્રીનગરથી કન્યાકુમારીનું ૩૬૦૦ કિમીનું અંતર શનિવારે બપોરે આઠ દિવસ સાત કલાક અને ૩૮ મિનીટમાં પૂરું કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આગામી મહિને ૧૮ વર્ષનો થનારા ઓમે કન્યાકુમારી પહોંચી પીટીઆઈ સાથે વાત કરતાં જણાવ્યું કે, હું હંમેશા સાઈકલિંગ કરવા માગતો હતો. લોકડાઉન શરુ થયા બાદ મેં ‘એન્ડયોરેન્સ સાઈકલિંગ’ અને આરએએએમ (એમેરિકામાં રેસ) માં ભાગ લેવાનું સ્વપ્ન જોવાનું શરુ કર્યું.

તેણે વધુમાં જણાવ્યું કે, છ મહિના પહેલાં મેં આરએએએમ માટે ક્વૉલિફાયરની ટ્રેનિંગ શરુ કરી જે નવેમ્બરમાં થવાની હતી. પરંતુ ૬૦૦ કિમી ક્વૉલિફાયરને બદલે મેં રેસ એક્રોસ ઈન્ડિયા (ભારતમાં રેસ) કરવાનો નિર્ધાર કર્યો. મેં ગત સપ્તાહે શ્રીનગરથી ઠંડી રાત્રે શરુઆત કરી હતી અને આજે કન્યાકુમારી પહોંચ્યો છું. એ દરમ્યાન મને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને દક્ષિણમાં ભીષણ ગરમીનો સામનો કરવો પડયો. 

શ્રીનગરથી કન્યાકુમારી સુધી સૌથી ઝડપી સાઈકલ ચલાવવાનો રેકોર્ડ ઓમના કાકા મહેન્દ્ર મહાજનને નામે હતો. પરંતુ હાલમાં ભારતીય સેનાના લેફ્ટનંટ કર્નલ ભરત પન્નૂએ આ અંતરને આઠ દિવસ નવ કલાકમાં કાપી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે તેને ગિનીઝ બૂકમાં નોંધવાનો બાકી હતો. પરંતુ ઓમ મહાજનનું ધ્યાન કર્નલના રેકોર્ડ પર ગયું અને તેણે તેમનો રેકોર્ડ બ્રેક કર્યો. લેફ્ટિનેંટ કર્નલ પન્નૂએ ૧૭ વર્ષના ઓમને સૌપ્રથમ સોશિયલ મીડિયા પર વધામણી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here