દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહને આ ઍવોર્ડથી કરવામાં આવ્યા સન્માનિત

0
74

ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહને હાલમાં જ સંગીત કલા કેન્દ્ર ઍવોર્ડમાં આદિત્ય વિક્રમ બિડલા કલાશિખર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવ્યો હતો.

  • નસીરુદ્દીન શાહને મળ્યુ સન્માન 
  • સંગીત કલા કેન્દ્ર દ્વારા અપાયો ઍવોર્ડ 
  • થિયેટર બાદ મોટા પરદે કમાયુ નામ

નસીરુદ્દીન સિવાય નીલ ચૌધરી અને ઇરાવતી કાર્ણિકને પણ આ જ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 

સંગીત કલા કેન્દ્રના અધ્યક્ષ રાજશ્રી બિડલાએ કહ્યું કે, અમે અમારા સંસ્થાપક અધ્યક્ષ આદિત્ય વિક્રમ બિડલા અને પરફોમિંગ આર્ટ્સ પ્રત્યે તેમના જુસ્સાનો જશ્ન મનાવીએ છીએ.  આદિત્ય વિક્રમ બિડલા કલાશિખર પુરસ્કાર અને આદિત્ય વિક્રમ બિડલા કલાકિરણ પુરસ્કારની સ્થાપના 1996માં આદિત્યજીના સ્મારકના રૂપમાં કરવામાં આવી હતી અને તેના માધ્યમથી કલાના ક્ષેત્રમાં આગળ પડતા લોકોને સન્માનિત કરવામા આવે છે. 

વધુમાં તેમણે કહ્યું કે, રંગમંચ આ વર્ષના પુરસ્કારોનું કેન્દ્ર બની રહ્યું. તમારામાથી કેટલાક લોકોને થિયેટર પ્રત્યે આદિત્યજીના પ્રેમ અને સંગીત કલા કેન્દ્રના બેનર હેઠળ નિર્મિત બે નાટકોમાં તેમના દ્વારા અભિનેતાની ભૂમિકાને ભજવવામાં આવી તે હંમેશા યાદ રહેશે. અમારા ફેવરિટ કલાકારોમાંથી નસીરુદ્દીન શાહ એક છે જેમને અમે થિયેટર બાદ મોટા પરદે જોયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here