કેરળના આ બહેનનો અનોખો ચૂંટણી પ્રચાર: મારુ નામ છે કોરોના થોમસ, મને વોટ આપજા

0
80

મતદારોના હાથમાં ચરણામૃતની માફક સેનીટાઈઝર આપો

અત્યાર સુધી આપણે કોરોના નામના ઉચ્ચાર સાથે ધિકકારની ભાવના જોઈ છે. અનેક ઠેકાણે ‘ગો કોરોના ગો’ તેમજ ‘કોરોના ભાગ જા’ એવા સૂત્રોચ્ચાર સાંભળ્યા છે. પરંતુ કેરળના કોલમ શહેરના માથિલીલમાં આપણને ‘કોરોના ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર સાંભળવા મળી શકે છે, કારણ કે કોલ્લમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં માથિલીલ વોર્ડનાં બીજેપીનાં મહિલા ઉમેદવારનું નામ કોરોના થોમસ છે. ચૂંટણીના પ્રચારમાં એ મહિલા લોકોને નમસ્કાર કરતાં પોતાનો પરિચય ‘મારું નામ કોરોના’ કહીને આપે છે.24 વર્ષની એ યુવતી બે હાથ જોડીને વાત કરતા મતદારોના હાથમાં ચરણામૃતની માફક સેનીટાઈઝર આપે છે અને કોલ્લમના નગરસેવકોની ચૂંટણીમાં માઈથિલી વોર્ડમાંથી પોતાને ચૂંટવાની અપીલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here