દિલ્હીમાં ભાજપના આ નેતાની ગોળી મારી હત્યા કરાઈ, તેમના દીકરા પર ચપ્પા વડે હુમલો

0
77

દિલ્હીના નંદ નગરી વિસ્તારના સુન્દર નગરીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતા તથા આરટીઆઈ કાર્યકર્તા ઝુલ્ફીકાર કુરૈશીની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી. જેને લઈને સમગ્ર દિલ્હીમાં ચકચાર મચી જવા પામ્યો છે.

  • ઝુલ્ફીકાર કુરૈશીની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી
  • ઝુલ્ફીકાર કુરૈશીના દીકરા પર ચાકુથી હુમલો કર્યો હતો
  • ઝુલ્ફીકાર કુરૈશીના દીકરાને સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયો

ઝુલ્ફીકાર સવારે નમાજ પઢવા જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ તેમને મસ્જિદની બહાર ગોળી મારી હતી. આ સાથે અસામાજિક તત્વોએ ઝુલ્ફીકાર કુરૈશીના દીકરા પર ચાકુથી હુમલો કર્યો હતો.

દિલ્હી પોલીસે ભાજપના નેતા ઝુલ્ફીકાર કુરૈશીના દીકરાને સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. જ્યાં તેમની હાલત ઘણી ગંભીર હોવાનું કહેવાઈ કહ્યું છે. આ સાથે આ મામલામાં તપાસ ચાલુ કરી છે. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here