ટોરોન્ટોમાં પણ આજથી 28 દિવસનું લોકડાઉન

0
108

જીમ, સલુન, કસીનો બંધ

કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં યથાવત છે. દુનિયાભરમાં કોરોના વાઈરસ સંક્રમણનાં કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, જયારે 8889 લોકોનાં મૃત્યુ થયાં હતા ત્યારે હવે કોરોના વાઈરસનો કેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.


ટોરોન્ટોમાં આજથી લોકડાઉન લાગવા જઈ રહ્યું છે. ઓન્ટેરિયોના વડાપ્રધાન ડૌગ ફોર્ડએ જાહેરાત કરી હતી કે કોરોના સંક્રમણ વધતાં ટોરોન્ટો શહેરમાં 28 દિવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.
સરકારે જિમ, સલૂન અને કસીનો બંધ કરવા તેમજ 10 લોકોના મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લોકડાઉન દરમિયાન શહેરમાં ઈન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here