ST બસમાં મુસાફરી કરતા પહેલાં આ જાણી લેજો, 4 મહાનગરોમાં તંત્રએ બનાવ્યો આ એક્શન પ્લાન

0
382

ગુજરાતમાં હાલ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું લગાવામાં આવ્યો છે. ત્યારે 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યું અંગે ST નિગમે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે. ST નિગમે મુસાફરોને બસમા બેસવા માટે પડાપડા ન કરવા અપીલ કરી છે. પેસેંજરો માટે બાયપાસ પીક અપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રે પણ ST નિગમના કર્મચારીઓ પિકઅપ પોઇન્ટ પર રહેશે.

  • ST બસના મુસાફરો માટે મહત્વના સમાચાર 
  • 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યૂને લઇને બનાવ્યો એક્શન પ્લાન 
  • કર્ફ્યૂવાળા શહેરોની બાયપાસ બસ ચાલશે

ગુજરાતમાં હાલ ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા ST નિગમ દ્વારા એકશન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં પેસંજરો માટે બાસપાસ પીકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રે પણ આ પિકઅપ પોઇન્ટ પર ST નિગમના કર્મચારીઓ હાજર રહેશે. 

ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પીકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. શહેર અને નજીકના સ્થળ પરથી ST બસો મળી રહેશે. આ પીકઅપ સ્ટેન્ડ પરથી રાત્રિના સમયે પણ નિગમના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ બાય રહેશે. 

જાણો અમદાવાદના પીકઅપ પોઇન્ટ

અમદાવાદના સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે ,અસલાલી, હાથીજન સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાય પાસ જતી બસ મળશે.

જાણો વડોદરાના પીકઅપ પોઇન્ટ

વડોદરા શહેરમાં દુમાંડ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડનચોકડી, જીએનએફસી, છાણી જકાત નાકાથી બસ સેવા મળશે.

જાણો સુરતના પીકઅપ પોઇન્ટ

સુરત મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડી પાસેથી બસ સેવા મળશે.

જાણો રાજકોટના પીકઅપ પોઇન્ટ

રાજકોટ ગોંડલ ચોકડી, હાજી ડેમ ચોકડી, ગરનલેન્ડ, માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here