અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી-ભત્રીજીનો રિપોર્ટ પોઝિટિવ, એક્ટરનો રિપોર્ટ નેગેટિવ

0
534
  • અનુપમ ખેરની માતા કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • અનુપમ ખેરના ભાઈ-ભાભી તથા ભત્રીજી ઘરમાં જ ક્વૉરન્ટીન

મુંબઈ. અનુપમ ખેરે રવિવારે એટલે કે 12 જુલાઈના રોજ સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેમની માતા દુલારી કોરોના પોઝિટિવ છે. તેમનો ભાઈ રાજીવ પણ કોરોના પોઝિટિવ ચે. આટલું જ નહીં તેમની ભાભી તથા ભત્રીજીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતા દુલારીને હાલમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યારે અનુપમનો ભાઈ તથા તેનો પરિવાર ઘરમાં જ ક્વૉરન્ટીન થયા છે. 

વીડિયો શૅર કર્યો
અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘મારા માતા દુલારીને ભૂખ બરોબર લાગતી નહોતી. અમે તેમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો પરંતુ કંઈ જ આવ્યું નહીં. ત્યારબાદ અમે CT સ્કેન કરાવ્યો અને તેમાં તેમને કોરોનાવાઈરસના હળવા લક્ષણો હોવાની જાણ થઈ હતી. અમે તેમની સાથે રહીએ છીએ અને ત્યારબાદ રાજીવ તથા મારો CT સ્કેન કરવામાં આવ્યો હતો. મારો ભાઈ રાજીવ કોવિડ 19 પોઝિટિવ છે અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજીવની પત્ની તથા દીકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેમણે ઘરની અંદર જ પોતાને ક્વૉરન્ટીન કર્યાં છે.’

અનુપમ ખેરે કોકિલાબેન હોસ્પિટલનો આભાર માન્યો
વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતાની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં થઈ રહી છે. તેમણે હોસ્પિટલનો આભાર માન્યો હતો. અનુપમ અપીલ કરી હતી કે મોટી ઉંમરના લોકોને જો ભૂખ ના લાગતી હોય તો તેમણે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 

અનુપમ ટ્વીટ કરીને કહ્યું હતું, મારા માતા દુલારી કોવિડ 19 પોઝિટિવ છે. તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મારા ભાઈ-ભાભી તથા ભત્રીજી પણ પોઝિટિવ છે. મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. BMCને જાણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમિતાભ તથા અભિષેક બચ્ચનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને હાલમાં નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.