આધુનિક અને પ્રાચીન સારવાર એક કરવી વ્યાજબી નથી, દર્દીની મુશ્કેલી વધશે: IMA

0
66

આયુર્વેદ તબીબોને સરકારે સર્જરીની છૂટ આપતાં વિરોધનો વંટોળ ફૂંકાયો : લક્ષ્મણરેખા પાર કરવાનું પરિણામ ઘાતક સાબિત થશે-ઈન્ડિયન મેડિકલ એસોસિએશન

સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયન મેડિસીને સરક્યુલર પ્રસિદ્ધ કરીને આયુર્વદના ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપી દીધી છે. તેમને જનરલ સર્ચરી (સામાન્ય ચીર-ફાડ), ઈએનટી (નાક, કાન, ગળું), ઓપ્થેલમોલજી (આંખ), ઓર્થો (હાડકા) અને ડેન્ટલ (દાંત) સંબંધિત બીમારીઓની સારવાર માટે જરૂરી સર્જરી કરવાની પરવાનગી અપાઈ છે. બીજી બાજુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આયર્વેદ ડોક્ટરોને અપાયેલા આ અધિકારનો જોરશોરથી વિરોધ કર્યો છે. તેણે આ નિર્ણયને મેડિકલ સંસ્થાનોમાં ‘ચોર દરવાજા’થી એન્ટ્રીનો પ્રયાસ ગણાવતાં કહ્યું કે આવામાં નીટ જેવી પરિક્ષાનું કોઈ જ મહત્ત્વ રહેશે નહીં. સાથે જ સંસ્થાએ આ સરક્યુલર તુરંત પરત લઈ લેવાની પ્રબળ માંગ ઉઠાવી છે.


ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ નિર્ણયને એકતરફી ગણાવ્યો છે. તેમણે આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરીને અયોગ્ય ગણાવી છે. સંસ્થા દ્વારા જારી નિવેદનમાં કહેવાયું છે કે આઈએમએ દ્વારા એક લક્ષ્મણ રેખા ખેંચવામાં આવી છે જેને ઓળંગવાનું ઘાતક પરિણામ આવશે. આધુનિક અને પ્રાચીન સારવારને એક કરવી બિલકુલ વ્યાજબી નથી.


સાથે જ આઈએમએએ સરકારને માંગ કરી કે તેઓ આવા આધુનિક ચિકિત્સા શાસ્ત્રના ડોક્ટરોનું પોસ્ટીંગ ભારતીય ચિકિત્સાની કોલેજોમાં ન કરે. સંસ્થાએ સવાલ કર્યો કે જો આ પ્રકારના શોર્ટકટને માન્યતા આપવામાં આવશે તો પછી નીટનું મહત્ત્વ ઘટી જશે. સરકારને અપીલ કરવાની સાથે સાથે આઈએમએએ સરકારને કહ્યું કે કોઈ બીજી ચિકિત્સા પદ્ધતિના વિદ્યાર્થીઓને આધુનિક ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ ન આપે. સંસ્થા વિવિધ પદ્ધતિઓની ઘાલમેલને રોકવા માટે બનતા પ્રયાસો કરશે.


બીજી બાજુ ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદનું કહેવું છે કે તેના ડોક્ટર પાછલા 25 વર્ષથી આયુર્વેદ સંસ્થાનો અને હોસ્પિટલોમાં સર્જરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સરક્યુલર માત્ર તેની માન્યતાના સવાલોને સ્પષ્ટ કરનારો છે. સરક્યુલરમાં કહેવાયું છે કે આયુર્વેદના ડોક્ટરો પણ જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરી શકશે.


ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ દ્વારા જારી સરક્યુલરમાં કહેવાયું છે કે સ્નાકોત્તર (પીજી)ના વિદ્યાર્થીઓને વિવિધ સર્જરી વિશે ગહન જાણકારી આપવામાં આવશે. સરક્યુલર અનુસાર આયુર્વેદની સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારા વિદ્યાર્થીઓને આંખ, નાક, કાન, ગળાની સાથે જ જનરલ સર્જરી માટે વિશેષ રીતે તાલીમબદ્ધ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને સ્તનની ગાંઠ, અલ્સર, મૂત્રમાર્ગના રોગ સહિતની સર્જરી કરવાનો અધિકાર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here