મુંબઈમાં NCBના ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ પર ડ્રગ પેડલરના ટોળાનો હુમલો; 3 અધિકારી ઘાયલ,4ની ધરપકડ

0
65

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને એમની પાંચ સભ્યોની ટીમ પર ડ્રગ પેડલર્સની ટોળકીએ હુમલો કર્યો છે. આ હુમલામાં NCBના 3 સભ્યોને ઇજા પહોંચી છે, પરંતુ મળતી માહિતી પ્રમાણે તમામ અધિકારીઓ સુરક્ષિત છે. હુમલાખોરોમાંથી 4ની ધરપકડ કરી લેવાઈ છે.

NCB તરફથી મળતી માહિતી પ્રમાણે સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહર નગર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવા ગયેલી. તે દરમિયાન ડ્રગ પેડલર્સ અને તેની સાથે 60 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને અધિકારી અત્યારે સુરક્ષિત છે.આ હુમલાના કેન્દ્રમાં ડ્રગ પેડલર કેરી મેન્ડિસ અને તેના મળતીયા ગુંડાઓ વિપુલ આગરે, યુસુફ શેખ, અમીન અબ્દુલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં LSD ડ્રગ પણ મળી આવ્યું હતું. અત્યારે જોકે સ્થિતિ નિયંત્રણમાં છે.

ઉલ્લેખનીય છે કે NCBએ કોમેડિયન ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા બાદ શનિવારે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ભારતીના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરાઈ અને બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. તેમની જામીન અંગે સોમવારે સુનાવણી ચાલુ છે.

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બૉલિવૂડ અને ટેલિવિઝન જગતમાં ડ્રગ્સના ઉપયોગ અને સપ્લાય પર NCB સતત ગાળિયો કસી રહ્યું છે. દિવાળી પહેલાં અભિનેતા અર્જુન રામપાલને અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલાને પણ NCBએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

બોલીવુડનો ડ્રગ સપ્લાઈ કરનાર સૌથી એક્ટિવ મેમ્બર છે કેરી
હુમલો ગોરેગાંવ રેલવે સ્ટેશન પાસે થયો. સમીર વાનખેડે આ ઓપરેશનને લીડ કરી રહ્યાં હતા. કેરી મોન્ડિસની પાસેથી NCB ટીમને મોટી સંખ્યામાં ડ્રગ્સ LSD મળ્યું. શુક્રવારે ઝડપાયેલા બે ડ્રગ ડીલર્સના નિશાના પર NCBએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NCBને કેરીના બોલીવુડના ઘણા સ્ટાર્સ સાથે લિંક હોવાની માહિતી મળી હતી. કેરીને ડ્રગ ગેંગનો સૌથી એક્ટિવ મેમ્બર હોવાનું કહેવાઈ રહ્યું છે.

કોણ છે સમીર વાનખેડે?
મહારાષ્ટ્રના રહેવાસી સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. ભારતીય રાજસ્વ સેવા જોઈન કર્યા પછી તેમની પહેલી પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરોપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે થઈ હતી.તેમની ક્ષમતાના કારણે જ તેમને પછીથી આંધ્રપ્રદેશ અને પછી દિલ્હી પણ મોકલવામાં આવ્યા હતા. તેમને નશા અને ડ્રગ્સ સાથે જોડાયેલા કેસના નિષ્ણાત ગણવામાં આવે છે. વાનખેડેના નેતૃત્વમાં જ બે વર્ષની અંદર લગભગ 17 હજાર કરોડ રૂપિયાના નશા અને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. તાજેતરમાં જ સમીર વાનખેડેને DRIથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here