હાથરસ ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને ગાંધીનગર લવાયા, FSLમાં 8 દિવસ ટેસ્ટ થશે, સાબરમતિ જેલમાં રખાશે

0
92
  • લાઇ ડિટેક્સન ટેસ્ટ અને નાર્કો ટેસ્ટની જરૂર હોવાથી CBI ચારેય આરોપીઓને લઈને ગાંધીનગર આવી પહોંચી
  • ઉત્તર પ્રદેશમાં હાથરસ ખાતે ખેતરમાં ખેચી જઇને ચાર શખ્સોએ યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ કર્યું હતું

સમગ્ર દેશમાં બહુચર્ચિત બનેલા હાથરસ ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર લાવવામાં આવ્યાં છે.આજે સવારે આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવા માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે FSLમાં લઈ જવામાં આવ્યાં છે. જ્યાં તેમના ટેસ્ટ કર્યા બાદ FSL દ્વારા તેનો રીપોર્ટ તપાસ એજન્સીઓને સુપ્રત કરવામાં આવશે. ગઈ કાલે લાઇ ડિટેક્સન ટેસ્ટ અને નાર્કો ટેસ્ટની જરૂર હોવાથી CBI ચારેય આરોપીઓને લઈને ગાંધીનગર આવી પહોંચી હતી. આરોપીઓને હાલમાં સાબરમતિ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યાં છે.

સાબરમતિ સેન્ટ્રલ જેલમાંથી આરોપીઓને FSLમાં લઈ જવામાં આવ્યા

સાબરમતિ સેન્ટ્રલ જેલમાંથી આરોપીઓને FSLમાં લઈ જવામાં આવ્યા

કેવી રીતે આરોપીઓના ટેસ્ટ કરાશે
CBIએ આ ચકચારી કેસમાં સંદીપ, લલકુશ અને રવિ તથા રામ કુમારની ધરપકડ કરી હતી અને ગાંધીનગર સ્થિત FSLમાં આરોપીઓના લાઇ ડિટેક્શન તથા બ્રેન મેપ લેવામાં આવશે. જેમાં પ્રથમ તેમને આ કેસની હકીકત સંભળાવીને તેના લગતી ફિલ્મ બતાવવામાં આવશે અને આરોપીઓના હાવ ભાવ ચેક કરાશે તથા લાઇ ડિકેક્શન ટેસ્ટમાં ઘટનાને લગતા પ્રશ્નો પુછવામાં આવશે. એક આરોપીના બે દિવસ સુધી આ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે જેથી ચાર આરોપીઓને આઠ દિવસ સુધી ટેસ્ટ કરવામાં આવશે.

શું છે હાથરસ કેસ?
ઉત્તર પ્રદેશમાં હાથરસ ખાતે ખેતરમાં ખેચી જઇને ચાર શખ્સોએ યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ કર્યું હતું. વિક્રૃત માનસિકતા ધરાવતા ચાર શખ્સોએ યુવતીની જીભ કાપી નાંખી હતી અને કરોડ રજ્જુનું હાકડું પણ તોડી નાંખી નાંખ્યું હતું, બેભાન હાલતમાં મળી આવેલી યુવતીનું દિલ્હીની AIIMSમાં સારવાર સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એટલું જ નહી આરોપીઓ દ્વારા ભોગ બનનાર યુવતીના પરિવારજનોને ધમકીઓ આપવામાં આવતી હતી. આ બનાવના પગલે દેશમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, CBIએ આ કેસની 42 દિવસ સુધી તપાસ કરી હતી અને આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇને સીન રિક્રિએટ પણ કર્યુ હતું. આ કેસમાં પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવામા આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here