કોરોના ટેસ્ટ લેબની માંગ સાથે વિપક્ષ નેતા ધાનાણી પ્રતિક ઉપવાસ પર બેઠા, પોલીસ સાથે રકઝક બાદ ટીંગાટોળી સાથે અટકાયત

0
531

અંગ્રેજો કરતા પણ બદતર હાલત આ સરકારની છેઃ ધાનાણી

અમરેલી.  જિલ્લામાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પાસે કોરોના લેબની માંગ કરી હતી. આ માંગ ન સંતોષોતા આજે રવિવારે પરેશ ધાનાણી સિવિલ હોસ્પિટલમાં પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી જતા પોલીસે તેની અટકાયત કરી છે. અમરેલી સિટી પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.  પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે રકઝક થઇ હતી. પોલીસે કહ્યું મંજૂરી નથી લીધી એટલે અટકાયત કરવામાં આવી રહી છે. તો પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, સાહેબ આ લોકશાહી છે કોઇ પણ વ્યક્તિ પોતાના હક્ક માટે વિરોધ કરી શકે છે.ધરણાંની મંજૂરી લેવાની ન હોય. પરંતુ પોલીસે પરેશ ધાનાણીના બંને હાથ અને પગ પકડી ટીંગાટોળી સાથે પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

અંગેજો કરતા પણ બદતર હાલત આ સરકારનીઃધાનાણી
ટીંગાટોળી કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, અંગ્રેજો કરતા પણ બદતર હાલત આ સરકારની છે. કોરોનાના કેસ વધતા જાય ત્યારે સરકારે અમરેલીમાં પણ લેબ આપવી જોઇએ. આ અંગે મેં સરકારમાં પણ રજૂઆત કરી છે. પરંતુ સરકાર તરફથી યોગ્ય જવાબ નહીં મળતા પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે. આ લોકશાહીનો દેશ છે. કોઇ પણ વ્યક્તિ વિરોધ કરી શકે છે.

શુક્રવારે પરેશ ધાનાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી
પરેશ ધાનાણીએ શુક્રવારે અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વધતા કેસોને લઇને સેમ્પલ  ભાવનગર અને રાજકોટ મોકલવામાં આવી રહ્યા છે એટલે ટેસ્ટ જરૂર મુજબ ન થતાના આક્ષેપ સાથે કોરોના લેબ તાત્કાલિક ધોરણે નહીં ફળવાય તો પરેશ ધાનાણીએ રવિવારે પ્રતિક ઉપવાસ આંદોલન કરીશ તેવી ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે આજે સવારે પરેશ ધાનાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. પરેશ ધાનાણીએ એવું પણ જણાવ્યું હતું કે, સુરતથી પહેલા પેસેન્જર આવતા હતા અને હવે દર્દી આવી રહ્યા છે. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here