ભાવનગર જિલ્લાના સુરકા-હોઈદડમાં GPCL દ્વારા કરાયેલા માઈનિંગની માટીના ડમ્પ જમીન તોડી અંદર ઘૂસ્યા, 16 વીઘા સમથળ જમીન ડુંગરોમાં ફેરવાઈ

0
134
  • ડમ્પની માટી જમીનમાં ઘૂસી જતા જમીન 20થી 50 ફૂટ ઉપસી આવી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સુરકા અને હોઈદડ ગામની ગૌચરની જગ્યા અને માલિકીના ખેતરો 20થી 50 ફૂટ સુધીના ડુંગરોમાં ફેરવાઇ જતાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. ગૌચરની જમીન તો પહાડ જ બની ગઈ હતી. જ્યારે જમીનોમાં મહાકાય તિરાડો પડી ગઈ હતી. GPCL દ્વારા કરાયેલા માઈનિંગની માટીના ડમ્પ જમીન તોડી અંદર ઘૂસી ગયા હતા. જેને લઈને 16 વીઘા સમથળ જમીન ડુંગરોમાં ફેરવાઈ ગઈ હતી.

GPCL કંપનીએ 200થી 250 ફૂટ ઉંચા માટીના ડમ્પ ખડકી દીધા છે
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સુરકા અને હોઈદડ ગામની વચ્ચે આવેલી ગોચરની 8 વિઘા જમીન અને ખેડૂતની માલિકીની 8 વિઘા સહિત કુલ 16 વિઘા જેટલી સમથળ જમીનને ડુંગરોમાં પરિવર્તિત કરી નાખી હતી. આ બનાવ કે જે નવા વર્ષના તહેવારોના દિવસોમાં બન્યો હોય જેમાં આ ગામના લોકો પણ પોતાના ખેતરોમાં કે પશુ-ધનને ચરાવવા ન જતા, ત્યારે બનેલી આ આશ્ચર્યજનક ઘટના ખેડૂતો અને માલધારીઓ તહેવારો બાદ પોતાના ખેતરોમાં જતા નજરે પડી હતી. આ વિસ્તારમાં લિગ્નાઇટનું ખનન કરતી GPCL કંપનીએ 200થી 250 ફૂટ ઉંચા માટીના ગંજ (ડમ્પ)ખડકી દીધા છે. જે ડમ્પ જમીન તોડી અંદર ઘુસી જવાના કારણે એક ગેબી ધડાકો થયો અને ડમ્પ નજીકની આઠ વિઘા ગૌચરની જમીન અને આઠ વિઘા ખેડૂતની માલિકીની જમીન ડુંગરમાં પરિવર્તિત થઈ ગઈ હતી.અને ખેતરોની માટી 20થી 50 ફૂટ ઉપર ઉપસી આવી ડુંગરોમાં ફેરવાઇ ગઈ હતી.

જમીન પર ઊંડી તિરાડો જોવા મળી

જમીન પર ઊંડી તિરાડો જોવા મળી

ખેતીની અને ગૌચરની જમીન સામે અન્ય જમીન આપવા ખેડૂતોની માંગ
તો અનેક જગ્યાઓ પર મોટી મોટી તિરાડો પડી ગઈ હતી. બાડી ગામ નજીક લિગ્નાઇટના માઇનિંગની કામગીરી શરૂ હોય તેમાંથી નીકળતી માટી નજીકના હોઈદડ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાલવવામાં આવી રહી છે. લાખો ટન માટી ઠાલવવાના કારણે 200થી 250 ફૂટ ઊંચા માટીના પાળાનું નિર્માણ થયું છે. ત્યારે નવા વર્ષની વહેલી સવારે અચાનક ગેબી ધડાકા સાથે માટીના બનાવાયેલા પાળા જમીનમાં ધસી ગયા હતાં. જેને કારણે ગોચરની 8 વીઘા જેટલી જમીન તેના મૂળ લેવલથી 30 ફૂટ કરતા વધુ ઉચકાઇ ગઈ હતી. જ્યારે અમુક જગ્યા પર ખેડૂતોની ખેતીની આઠ વીઘા જેટલી જમીન પણ ઊંચી આવી ગઈ છે. માટીના બનાવવામાં આવેલા ડમ્પ અચાનક બેસી જતા જમીન ઉચકાઇ હોવાથી ખેતીની જમીન અને ગૌચરની જમીન સામે જમીન આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

માટીના પાળા ગામથી દૂર બનાવવા લોકોની માંગ

માટીના પાળા ગામથી દૂર બનાવવા લોકોની માંગ

જમીન ઉપસી આવતા ખેડૂતો ચિંતિત બન્યા
ઘોઘાના અને હોઈદડ ગામે ગૌચરની જમીન ઉપસી આપવાના કારણે ગામલોકો ચિંતિત બન્યા છે. સાથે નજીકમાં જ ગામ આવેલું હોય ગૌચરની જમીનમાં ઘટના બની એવી ઘટના જો ગામમાં બને તો ગામની અને ગામમાં વસતા લોકોની શું સ્થિતિ થાય એ બીક ગામ લોકોને સતાવી રહી છે. સાથે જ માટીના પાળા ગામથી એક કિલોમીટરથી વધુ દૂર બનાવવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here