સાવરકુંડલામાં શેરીમાં ચાલવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ચાર શખસે એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને પતાવી દીધો, બે ગંભીર

0
121

સાવરકુંડલામાં બે જૂથ વચ્ચેની મારામારીમાં યુવાનની હત્યા થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

  • બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, યુવાનને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો

સાવરકુંડલામાં ગઈકાલે રવિવારે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં જાહિદ હારુનભાઈ શેખ નામના યુવાન પર એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવામાં આવી હતી. આ બનાવમાં બે વ્યક્તિ ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ તપાસમાં શેરીમાં ચાલવા જેવી નજીવી બાબત મારામારી અને હત્યા સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને જાહિદના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખેસેડી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાવરકુંડલાના નદી અને નેરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે જૂના મનદુઃખને કારણે ગઈકાલે રાત્રે મારામારીમાં જાહિદ હારુનભાઈ શેખની હત્યા થઈ હતી. પોલીસે અયુબ ઉર્ફે અકની ઉસ્માનભાઇ ચૌહાણ, ઉસ્માનભાઇ કાસમભાઇ ચૌહાણ, અફસાનાબેન ઉર્ફે કાટી રહીમભાઇ ચૌહાણ અને ઇરફાન ઉર્ફે ઘડિયાળી યુનુસભાઇ વાઘેલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

જાહિદને સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ હત્યા કરી
શેરીમાં ચાલવા મુદ્દે બે જૂથ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આથી જાહિદને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ સામા પક્ષના લોકોએ જાહિદ પર એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધી હતા, જેમાં જાહિદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા પોલીસ અને FSLની ટીમ દોડી આવી હતી. બાદમાં મૃતદેહને પીએમ માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાહિદના ભાઈએ ચાર શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here