રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર યુનિ.એ 1 ડિસેમ્બરથી શરૂ થતી BA, B.com., BSC સેમ.5 સહિતની પરીક્ષા મોકૂફ રાખી

0
75

કોરોના સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી પરીક્ષાઓ મોકૂફ રાખી (ફાઈલ તસવીર)

  • પરીક્ષા ક્યારે લેવી તે અંગેનો નિર્ણય ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં મળનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠકમાં લેવાશે

હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી BA,B.com, BSC સેમેસ્ટર 5 સહિતની પરીક્ષાઓ શરૂ થવાની હતી તે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળશે
આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળશે. જે બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેશે. તેમજ પરીક્ષા અંતર્ગત ક્યાં ક્યાં નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણ વધુ નહીં ફેલાય તો પરીક્ષા 15 ડિસેમ્બર બાદ ગમે ત્યારે લેવાય શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.

કેટલીક કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ મોડું શરૂ થયું હતું
ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરાય ચૂક્યા છે. તો કેટલીક કોલેજોમાં પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય પણ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ પાછી ઠેલાતા કેટલાક વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. કારણ કે સતત કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે કેટલીક કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ મોડું શરૂ થયું હતું. જેના કારણે કેટલીક કોલેજો દ્વારા સમયસર અને પદ્ધતિસર વિદ્યાર્થીઓને સેમસ્ટરમાં આવતા વિષયોનું પુરતું જ્ઞાન ન આપ્યું હોવાની પણ ફરિયાદો ઉઠતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here