કોરોના મહામારીના કારણે વીરપુર મંદિર ફરી બંધ, નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ભક્તોને ન આવવા અપીલ, લોકો દરવાજેથી દર્શન કરી પરત ફરે છે

0
127
  • જલારામબાપાનું મંદિર અને ભોજન પ્રસાદ ફરી એકવાર બંધ કરાયું

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપાના દર્શન તેમજ ભોજન પ્રસાદ ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ભાવિક ભક્તોને ન આપવવા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વીરપુરમાં અત્યારે ભાવિકો મંદિરના દરવાજેથી દર્શન કરી પરત ફરી રહ્યાં છે.

આજથી મંદિર અને અન્નક્ષેત્ર બંને બંધ રહેશે
‘દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ’ સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત જલારામ બાપાની 221મી જન્મજયંતિ બે દિવસ પહેલા જ સાદાઈ પૂર્વક અને કોરોનાની ગાઇડલાઇન મુજબ ઉજવણી કરાઈ હતી. ઉજવણીના એક દિવસ પૂર્વે જ ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન ભરતભાઈ દ્વારા સોમવારથી ભાવિકો માટે મંદિર અને અન્નક્ષેત્ર બંને નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મંદિર બંધ હોવાની ભક્તોને જાણ ન હોવાથી ભાવિકો વીરપુર પહોંચ્યા
જાહેરાત મુજબ આજથી મંદિર અને ભાવિકો માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ મોટાભાગના ભાવિકોએ હજુ સુધી મંદિર અને અન્નક્ષેત્ર બંધ હોવાની જાણ ન હોવાથી વીરપુર આવી રહ્યા છે અને મંદિર બહાર દરવાજેથી દર્શન કરીને ચાલ્યા જાય છે. જેથી ભાવિકોને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ભાવિકોએ વીરપુર ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here