યુ.પી.નાં મુખ્યમંત્રી યોગીને મારી નાંખવાની ધમકી દેનાર બાળ આરોપીને ઝડપી લેવાયો

0
87

તાજેતરમાં યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મેસેજ કરી ધમકી દેનાર એક કિશોર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ એક બાળક એ યુ.પી.-11ર સેવાનાં વ્હોટસએપ ઉ5ર રવિવારે મુખ્યમંત્રી યોગીને એક બાળકએ ખેલ-ખેલમાં મારી નાંખવાની ધમકી આપી દીધી હતી. પોલીસે મેસેજ કરનાર અજ્ઞાત વ્યકિત સામે ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન એવું બહાર આવેલ હતું કે સુશાંત નામના એક કિશોરે આ ધમકીનો મેસેજ કર્યો હતો.આ બાળકને પોલીસે ગોલ્ફ સિટી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. અને મોબાઇલ તથા સિમકાર્ડ કબ્જે કર્યા હતા.આ બાળ આરોપીની પુછપરછ બાદ તેને પોલીસે બાળ સુધાર ગૃહમાં મોકલી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here