ઇઝરાયેલનાં વડાપ્રધાન નેતન્યાહુએ સાઉદી અરબની ગુપ્ત મુલાકાત લીધી, પ્રિન્સ સલમાન સાથે બેઠક યોજી

0
82

અમેરિકામાં ટ્રમ્પ અને બિડેન વચ્ચે એકતરફ સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે ઇઝરાયેલનાં વડાપ્રધાન નેતન્યાહુએ ત્યાંની પ્રખ્યાત જાસુસી એજન્સી મોસાદનાં વડાની સાથે સાઉદી અરબનો પ્રવાસ કરી સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી છે, અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાનાં વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો પણ હાલ રિયાધમાં જ છે. 

ટાઇમ્સ ઓફ ઇઝરાયેલનાં રિપોર્ટ મુજબ નેતન્યાહુ સાઉદીનાં રેડ સી સીટી નિઓમમાં લગભગ 5 કલાક રોકાયા, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ નેતન્યાહુંનાં ઉપયોગમાં લેવામાં આવેલા બિઝનેશ જેટએ રવિવારે ઇઝરાયેલની રાજધાની તેલ અવિવથી ઉડાનભરી અને નિઓમ શહેરમાં લેન્ડિંગ કર્યું.

નિયોમ શહેરમાં જ અમેરિકાનાં વિદેશ પ્રધાન પોમ્પિયો અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત થઇ છે, પોમ્પિઓએ સોમવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે પોતાની મુલાકાતને સકારાત્મક ગણાવી, જો કે પોમ્પિયોએ ઇઝરાયેલનાં વડાપ્રધાન તે મિટિંગમાં ઉપસ્થિત હતા કે નહીં તેની માહિતી આપી નથી. 

પોમ્પિયોએ ટ્વીટ કરીને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત સકારાત્મક રહી અને ખાડીમાં ઇરાનનો પ્રભાવ વધતો રોકવા માટે વિઝન- 2030 પ્લાન હેઠળ આર્થિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અમે આ ભાગીદારીને વધું આગળ લઇ જઇશું.

જો કે ઇઝરાયેલ, અમેરિકા, અથવા સાઉદી અરબ દ્વારા નેતન્યાહુંનાં સાઉદી પ્રવાસ અંગે સત્તાવાર પુષ્ટી થઇ નથી, જો કે ટ્વિટર યુઝર્સે નિરિક્ષણ કર્યું કે રવિવાર સાંજે તેલ અવીવ અને નિઓમ વચ્ચે એક પ્રાઇવેટ જેટએ ઉડાન ભરી છે,  ત્યાંર બાદ જ હાઇ લેવલની બેઠક શરૂ થઇ ગઇ. 

અત્રે ઉલ્લેખનિય છે કે ઇઝરાયેલનાં વડાપ્રધાનની સાઉદીની આ મુલાકાત ખાડી દેશો સાથે ઇઝરાયેલનાં સંબંધોમાં ઐતિહાસિક બદલાવનો સંકેત બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here