અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ સૌથી મોટા સમાચાર

0
213

રાજ્યમાં કોરોના ના કેસ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવારથી સોમવાર સવાર સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યના રાજકોટ, વડોદરા, સુરત શહેરમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાત્રે ૯ થી સવારે છ કલાક સુધી નું રાત્રિ કરફ્યુ જાહેર કર્યું હતું. આ રાત્રી કર્ફ્યુ આગામી આદેશ સુધી લાગુ રહેશે તેવું પણ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અમદાવાદ શહેર માટે રાત્રી કર્ફ્યુ આગામી ૭ ડિસેમ્બર સુધી લાગુ રહેશે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  એટલે કે અમદાવાદ શહેરમાં ૭ ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ નો નિયમ લાગુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here