ગુજરાતમાં કોરોનાની સારવાર મામલે ફરી ઉઠયા સવાલઃ રિકવરી રેટમાં રાજ્યનું સ્થાન જાણી ચોંકી જશો તમે

0
92

ગુજરાતમાં હાલ કોરોનાની લહેર જોવા મળી રહી છે. જેને લઇને 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાની સારવાર મામલે તંત્રની કાર્યવાહી સામે ફરી સવાલ ઉઠ્યાં છે. દેશમાં રિકવરી રેટમાં ગુજરાતનું સ્થાન ટોપ-20માં પણ નથી. 91.20 ટકા રિકવરી રેટ સાથે રાજ્ય 23માં ક્રમે પહોંચી ગયું છે.

  • રાજ્યમાં કોરોના સારવાર મામલે ફરી ઉઠ્યા સવાલ
  • રિકવરી રેટમાં ગુજરાતને ટોપ 20 રાજ્યમાં સ્થાન નહીં
  • 91.20 ટકા રિવકરી રેટ સાથે ગુજરાત 23મા ક્રમે 

ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્રની કાર્યવાહીને લઇને ફરી સવાલો ઉઠી રહ્યાં છે. કોરોનાની સારવારને લઇને રિકવરી રેટમાં ગુજરાતને ટોપ-20માં પણ સ્થાન મળ્યું નથી. રાજ્ય 91.20 ટકા રિકવરી રેટ સાથે દેશમાં 23 ક્રમે છે. જ્યારે આસામ 98.10 ટકા સાથો સૌથી વધુ રિકવરી રેટ ધરાવતું રાજ્ય બન્યું છે. 

ગુજરાતમાં જો સૌથી વધુ રિકવરી રટેની વાત કરીએ તો નવસારી સૌથી આગળ છે. નવસારીમાં રિકવરી રેટ 98.40 છે, જ્યારે વલસાડમાં પણ રિકવરી રેટ 98 ટકા નોંધાયો છે. 

જ્યારે રાજ્યન અન્ય શહેરોમાં ભાવનગર, પોરબંદર અને ડાંગમાં 96.70 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે. જ્યારે રાજ્યમાં પાટણ અને અમેરિલીમાં સૌથી નીચો રિકવરી રેટ નોંધાયો છે. જેમાં પાટણ અને અમરેલીની વાત કરીએ તો જિલ્લામાં રિકવરી રેટ માત્ર 83.90 ટકા છે. અરવલ્લીમાં 84.90 ટકા અને બોટાદમાં 85.10 ટકા રિકવરી રેટ છે. 
 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હાલમાં વધેલું જોવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ વધુ 1487 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના કારણે એક જ દિવસમાં 17 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 4 મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 344, સુરતમાં 270, વડોદરામાં 172 તેમજ રાજકોટમાં 154 નવા કેસ નોંધાયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here