કાશ્મીર-ઉતરાખંડમાં બરફ વર્ષાનાં પગલે દિલ્હી, પૂર્વાંચલ, યુપી, પંજાબમાં તિવ્ર ઠંડી

0
71

ઠેર-ઠેર ઠંડા પવનો સાથે તાપમાનનો પારો 8થી10 ડીગ્રી સુધી પહોંચી ગયો

જમ્મુ-કાશ્મીરનાં પહાડોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને પગલે દિલ્હી, પુર્વાંચલ, યુપી અને પંજાબમાં શિત લહેર છવાઈ ગઈ છે અને કડકડતી ઠંડીનો દૌર શરુ થયો છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં સતત તાપમાન ઘટી રહ્યું છે.ગઈકાલે દિલ્હીમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી નોંધાયુ હતું. જયારે, પુર્વાંચલમાં પણ શિતલહેર છવાઈ હતી. આ ઉપરાંત યુપીમાં પણ ગઈકાલે તિવ્ર ઠંડી અનુભવાઈ હતી. કાનપુરમાં આજે 8.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું, જયારે મેરઠમાં આજે સવારે શિત લહેરો ફુંકાઈ હતી.
આ ઉપરાંત પંજાબમાં પણ આજે ઠંડા પવનોએ ઠંડીનું જોર યથાવત રાખેલ હતું. ચંદીગઢમાં વરસાદનાં કારણે ઠંડી વધે તેવી શકયતા હવામાન કચેરીએ વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here