ભારતના આ પરીક્ષણથી પાકિસ્તાન જ નહીં ચીન પણ ડરશે, 4300 KMની ઝડપથી દુશ્મન પર કરી શકે છે હુમલો

0
86

ભારતે પોતાની સૌથી ખતરનાક બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના લેન્ડ એટેક વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 24 મી નવેમ્બર, એટલે કે આજે સવારે 10 વાગ્યે અંદમાન અને નિકોબાર ટાપુના અજાણ્યા ટાપુ પરથી આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટાપુઓના અન્ય રણના ટાપુને લક્ષ્યમાં રાખીને એક મિસાઇલ તોડી પાડવામાં આવી. આ મિસાઇલે આપેલા સમયમાં તેનો ટાર્ગેટને નેસ્તનાબૂત કર્યો હતો.

  • બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ
  • અંદમાન અને નિકોબાર ટાપુ પરથી કરવામાં આવ્યું ટેસ્ટ
  • લોકોએ (DRDO)ને આપી શુભેચ્છાઓ 

ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ને સોશિયલ મીડિયા લોકોએ પર અભિનંદન પાઠવ્યા હતા. લોકો આ સફળતા માટે ડીઆરડીઓના સંરક્ષણ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી રહ્યા છે. 

સફળતાપૂર્વક ભારત કરી રહ્યું છે પરીક્ષણ

ઉલ્લેખનીય છે કે, ચીન સાથેના કેટલાક છેલ્લા 8-9 મહિનાથી સીમા વિવાદ વચ્ચે  સફળતાપૂર્વક અનેક મિસાઇલો, ટોર્પિડો, એન્ટી-મિસાઇલ સિસ્ટમ વગેરેનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. આજે કરવામાં આવેલ પરીક્ષણનો હેતું મિસાઇલની રેન્જ વધારવાનો હતો. આ જમીનથી સપાટીની મિસાઇલની રેન્જ વધારીને 400 કિ.મી. કરવામાં આવેલ

કલાકના 4300 કિ.મી.ની ઝડપે ત્રાટકશે મિશાઇલ 

બ્રહ્મોસ મિસાઇલ 28 ફૂટ લાંબી છે. તેનું વજન 3000 કિલો છે. તે 200 કિલોના પરંપરાગત અને પરમાણુ શસ્ત્રો લઇ શકે છે. તે 300 કિ.મી.થી 800 કિ.મી. સુધી બેઠેલા શત્રુ પર અચૂકપણે ગોળીબાર કરે છે. તેની ગતિ તેને સૌથી ઘાતક બનાવે છે. તે કલાકના 4300 કિ.મી.ની ઝડપે ત્રાટકશે. એટલે કે 1.20 કિલોમીટર પ્રતિ સેકંડ. તેના છૂટ્યા બાદ, દુશ્મનને   હુમલો કરવાની તક મળતી નથી.

list of missiles india has tested in last two months

વિયેતનામ ખરીદશે ભારતની મિશાઇલ 

આપને જણાવી દઈએ કે તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે વિયેટનામ ભારતની સૌથી ખતરનાક મિસાઇલ ખરીદવા માંગે છે. અત્યાર સુધી, રશિયાની સંમતિ એક અવરોધ હતી, કારણ કે રશિયા અને ભારતે મળીને આ મિસાઇલ બનાવી છે. પરંતુ હવે રશિયાએ આ મિસાઇલ નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે ભારતની આ ભવ્ય મિસાઇલ વિયેટનામમાં તૈનાત કરી શકાશે. આ સાથે ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં સાવચેતી રાખવી પડશે.

થોડા દિવસ પહેલા પણ કર્યું હતું એક પરીક્ષણ

ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું હતું.
ભારત તેની હવાઈ સંરક્ષણ ક્ષમતામાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું હતું.

DRDOએ ઓછા સમયગાળામાં બે પરિક્ષણો યોજ્યા હતા જેમાંથી પહેલું 13 નવેમ્બરે રડાર અને મિસાઈલની કેપેસીટી ચેક કરવા માટે હતું જયારે બીજું આજે તેનું  પ્રૉક્સીમિટી ડિટેક્શનમાં વોરહેડ પરફોર્મન્સ ચેક કરવા માટે હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here