ઉપલેટાના વાડલા ગામની સીમમાંથી જુગાર રમતા ૮ ઈસમોને જડપી પાડતી એલ.સી.બી. ૧,૮૨,૬૫૦/- ના મુદામાલ સાથે ૮ ઝડપાયા અન્ય ૧ ફરાર.

0
374

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના આપેલ જે સુચના આધારે આજરોજ પી.આઈ. એમ.એન.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોષીને મળેલ હકીકતના આધારે રામભાઈ ઉર્ફે રામો દેવાયતભાઈ ભારાઈ રહે. ગામ વાડલા તા. ઉપલેટા વાળાના કબ્જા-ભોગવટની વાડલા ગામની સુરાવો નામની સીમમાં આવેલા વાડીના મકાનમાં બહારથી માણસને ભેગા કરી જુગારના સાધનો પુરા પડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પતીનો નસીબ આધારિત હર-જીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા જગર રમતા આઠ ઈસમોને રોકડ રૂ.૬૫,૧૫૦/- સાથે આઠ મોબાઈલ કીમત રૂ. ૨૭,૫૦૦/- તેમજ મોટર સાયકલ નંગ ચાર જેમની કીમત રૂ. ૯૦,૦૦૦/- સહીત કુલ મુદામાલ રૂ. ૧,૮૨,૬૫૦/- નો મુદામાલ ઝડપી પાડેલ. (૧) રામભાઈ ઉર્ફે રામો દેવારખીભાઈ ભારાઈ જાતે રબારી ઉ.વ. ૪૫ રહે. વાડલા તા. ઉપલેટા (૨) ઉમેશભાઈ પરબતભાઈ ચંદ્રવાડીયા જાતે આહીર ઉ.વ. ૩૩ રહે. વિક્ર્મ ચોક, યાદવ રોડ, ઉપલેટા (૩) જયદીપ કાનજીભાઈ ચંદ્રવાડીયા જાતે આહીર ઉ.વ. ૨૪ રહે. હનુમાન મંદિર પાસે, ઈસરા તા. ઉપલેટા (૪) મંથન જયંતીભાઈ જાદવ જાતે આહીર ઉ.વ. ૨૭ રહે. કાળાનાળા પાસે, પોરબંદર રોડ, ઉપલેટા (૫) હમીરભાઈ ગોવાભાઈ ઘોયલ જાતે આહિર ઉ.વ. ૩૫ રહે. કૈલાશ નગર કાળાનાળા પાસે, ઉપલેટા (૬) વેલજીભાઈ વસરામભાઈ દેલવાડીયા જાતે કોળી ઉ.વ. ૫૩ રહે. મેળાનું મેદાન, સોમનાથ મહાદેવ મંદિર પાસે, ધોરાજી (૭) વિજય વિનોદભાઈ સુવા જાતે આહિર ઉ.વ. ૩૧ રહે. ભક્તિનગર, દ્વારકાધીશ સોસાયટી, ઉપલેટા (૮) છગનભાઈ ખીમજીભાઈ ગોહેલ જાતે કોળી ઉ.વ. ૪૮ રહે. પાવળીયા પરા, જામકંડોરણા ચોકડી, ધોરાજી આમ કુલ આઠ લોકોને કુલ રૂ. ૧,૮૨,૬૫૦/- સાથે ઝડપી પાડેલ જયારે અન્ય એક અલ્પેશ કરશનભાઈ સુવા રહે. શિક્ષક નગર, પોરબંદર રોડ, ઉપલેટા નાસી ગયેલ. આ સમગ્ર કામગીરી કરનારમાં પી.આઈ. એમ.એન. રાણા, પી.એસ.આઈ. એચ.એમ. રાણા, પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પો.કોન્સ. નારણભાઈ પંપાણીયા, દિવ્યેશભાઈ સુવા, કૌશિકભાઈ જોષી સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ: આશિષ લાલકીયા ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here