પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના અને વેક્સીનની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠક પછી PM મોદીએ કહ્યું હતું કે વેક્સીનની સ્થિતિ અને ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે, તેમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું. PM મોદીએ કહ્યું હતું કે વેક્સીનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી.
ફેટિલિટી રેટ 1%ની નજીક લાવવાનો છે
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાના હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સીજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સીનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સીનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી. જે વેક્સીન બનાવનાર છે, કોર્પોરેટ વર્લ્ડની પણ કમ્પીટીશન છે. અમે ઈન્ડિયન ડેવલપર્સ અને અન્ય મેન્યુફક્ચરર્સ સાથે કામ કરી રહ્યા છીએ.
વેક્સીન આવ્યા પછી એ પ્રાથમિકતા છે કે તે તમામ લોકો સુધી પહોંચે. અભિયાન મોટું હશે તો લાંબુ ચાલશે. આપણે એક થઈને ટીમ તરીકે કામ કરવું પડશે. વેક્સીનને લઈને બારત પાસે જેવો અનુભવ છે, તે મોટા મોટા દેશો પાસે નથી. ભારત જે પણ વેક્સીન આપશે તે વૈજ્ઞાનિક રીતે યોગ્ય હશે. વેક્સીન ડિસ્ટ્રીબ્યુશન રાજ્યો સાથે મળીને કરાશે, છતાં પણ આ નિર્ણય અમે સાથે મળીને કરીશું.
મોદીએ કહ્યું કે એક સમયે અજાણી તાકાત સામે લડવાનો પડકાર હતો. દેશના સંગઠિત પ્રયાસોએ તેનો સામનો કર્યો. નુકસાન ઓછામાં ઓછું થયું. રિકવરી અને ફેટેલિટી રેટમાં ભારત સારી સ્થિતિમાં છે. ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. PM કેરના માધ્યમથી ઓક્સીનજ અને વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવાની વાતને ભાર અપાઈ રહ્યો છે.
મોદીએ કોરોનાના ચાર તબક્કા બતાવ્યા
મોદીએ કહ્યું કે કોરોનાના 8-10 અનુભવોના આધારે દેશ પાસે પર્યાપ્ત ડેટા છે. આગળની રણનીતિ ઘડતી વેળાએ વિતેલા મહિનાઓના રિસ્પોન્સ અને રિએક્શનને પણ સમજવા પડશે. કોરોના દરમિયાન ભારતના લોકોનો વ્યવહાર પણ અલગ-અલગ તબક્કામાં અલગ અલગ છે.
પ્રથમ તબક્કામાં ડર હતો. બીજા તબક્કામાં ડર સાથે શંકા હતી. બીમારીના કારણે સમાજથી દૂર જવાનો ડર હતો.લોકો સંક્રમણ છૂપાવવા લાગ્યા. તેનાથી પણ અમે બહાર આવ્યા. ત્રીજા તબક્કામાં ઘણી હદે સમજવા લાગ્યા અને સંક્રમણની જાણ કરવા લાગ્યા. નજીકના લોકોને સમજાવવા લાગ્યા અને લોકોમાં ગંભીરતા પણ આવવા લાગી.
ચોથો તબક્કો કોરોનાનો રિકવરી રેટ વધ્યો. લોકોને લાગ્યું કે વાયરસ નબળો પડી ગયો, નુકસાન કરી રહ્યો નથી. બીમાર થઈ પણ ગયા તો સાજા થઈ જાશું. તેના કારણે આ તબક્કામાં લાપરવાહી વધી ગઈ. તહેવાર પર મેં હાથ જોડીને પ્રાર્થના કરી કે દવા-વેક્સીન નથી, તમે છૂટછાટ ન લો. ચોથા તબક્કામાં જે ભૂલો થઈ તેને સુધારવી પડશે. આપણે કોરોના પર ફોકસ કરવો પડશે.
ધ્યાન રાખજો જ્યાં પાણી ઓછું હોય ત્યાં હોડી ન ડૂબે
PM મોદીએ કહ્યું કે અમારી પાસે ટીમ તૈયાર છે. જે જે વસ્તુઓ તૈયાર છે, તેનું પાલન કરો. તેનાથી કોરોના આગળ નહીં વધે અને કોઈ ભૂલ નહીં થાય. આફતના ઊંડા સમુદ્રમાંથી નિકળીને આપણે કિનારા તરફ આગળ વધી રહ્યા છીએ. આ શાયરી જેવી સ્થિતિ ન સર્જાય કે ‘અમારી કશ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા.’ આ સ્થિતિને આવવા દેવાની નથી.
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર હતા. ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં બેટક મહત્વની છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બેઠકમાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની પીકમાં 10 નવેમ્બરે 8600 કેસ આવ્યા હતા. એ પછી સંક્રમણના કેસો અને પોઝિટિવિટીના રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્રીજી લહેરમાં પાક સળગાવવાથી ફેલાતા પ્રદૂષણ જેવાં કારણોને કારણે પણ સ્થિતિ ગંભીર થઈ છે.
અપડેટ્સ
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે તેઓ સીરમ ઈન્સ્ટિટયૂટના CEO અદાર પૂનાવાલાના સતત સંપર્કમાં છે. વેક્સિનનું બહુ ઝડપથી અને યોગ્ય રીતે ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે, એના માટે ટાસ્કફોર્સ પણ બનાવવામાં આવી છે.
- કેજરીવાલે પાડોશી રાજ્યોમાં પાક સળગાવવાથી થતા પ્રદૂષણને રોકવા માટે વડાપ્રધાનની દખલગીરીની માગ કરી છે, સાથે જ ત્રીજી લહેર સમાપ્ત થવા સુધી કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં વધુ 1000 ICU બેડ રિઝર્વ રાખવાની પણ અપીલ કરી છે.
મીટિંગમાં હાજર મુખ્યમંત્રીઓ
મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળ
ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર
અરવિંદ કેજરીવાલ, દિલ્હી
અશોક ગેહલોત, રાજસ્થાન
વિજય રૂપાણી, ગુજરાત
ભૂપેશ બધેલ, છત્તીસગઢ
મનોહરલાલ ખટ્ટર, હરિયાણા
કોરોના પર મોદીની મુખ્યમંત્રીઓ સાથેની 9મી બેઠક
દેશમાં 25 માર્ચે લોકડાઉન લાગુ કરવામાં આવ્યા પછી વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની આ 9મી બેઠક હતી. અગાઉ 23 સપ્ટેમ્બરે બેઠક થઈ હતી. એ બેઠકમાં 7 રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉની 8 બેઠક ક્યારે થઈ, ત્યારે શી સ્થિતિ હતી ?
બેઠકની તારીખ | શું થઈ ચર્ચા | કોરોનાના કેસ | કોરોનાનાં મોત |
20 માર્ચ | મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને 22 માર્ચના જનતા કર્ફ્યૂ પર ફોકસ કર્યો. | 249 | 5 |
2 એપ્રિલ | 9 મુખ્યમંત્રીની સાથે ચર્ચા થઈ. મોદીએ કહ્યું, લોકડાઉન પછી ધીરે-ધીરે છૂટ આપવી એ યોગ્ય ગણાશે. | 2,543 | 72 |
11 એપ્રિલ | લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવા પર સહમતી બની. મીટિંગમાં સામેલ 10 મુખ્યમંત્રીએ સમર્થન કર્યું. | 8,446 | 288 |
27 એપ્રિલ | હોટસ્પોટની બહાર 4 મેના રોજ લોકડાઉન ખોલવા પર સહમતી બની. પાંચ રાજ્ય 3 મે પછી લોકડાઉન વધારવાના પક્ષમાં હતા. | 29,451 | 939 |
11 મે | મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું, 15 મે સુધીમાં જણાવો કે પોતાનાં રાજ્યોમાં કેવું લોકડાઉન ઈચ્છે છે. | 70,768 | 2,294 |
16-17 જૂન | વડાપ્રધાને કોરોનાથી બચવાની રીતો, લોકડાઉનની અસર, અનલોક-1, ઈકોનોમી અને રિફોર્મ્સની વાત કરી. | 3,67,263 | 12,262 |
18 ઓગસ્ટ | મોદીએ 72 કલાકની ફોર્મ્યુલા પર વાત કરી. તેમણે કહ્યું હતું કે 72 કલાકમાં સંક્રમિત વ્યક્તિની આસપાસની વ્યક્તિઓનું પણ ટેસ્ટિંગ થવું જોઈએ. | 2766627 | 53015 |
23 સપ્ટેમ્બર | મોદીએ કહ્યું, દેશમાં લગભગ 700 જિલ્લા છે, એમાંથી માત્ર 7 રાજ્યના 60 જિલ્લા જ ચિંતાનું કારણ છે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓને સલાહ આપું છું કે 7 દિવસ સુધી જિલ્લા અને બ્લોક સ્તર પર લોકો સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સ કરો. | 5730180 | 9117 |