ભારતીય વાયુસેનામાં રાફેલની એન્ટ્રી બાદ પાક ગભરાયુ, ચીન પાસેથી જેએફ-20 વિમાન ખરીદવા ધમપછાડા

0
79

ભારતીય વાયુસેનામાં એક પછી એક સામેલ થઈ રહેલા રાફેલ લડાકુ વિમાનોના કારણે ગભરાયેલુ પાકિસ્તાન ફરી એક વખત ચીનની શરણમાં પહોંચ્યુ છે.

પાકિસ્તાને ચીન પાસેથી તેનુ સૌથી અત્યાધુનિક વિમાન જેએફ- 20 ખરીદવા માટે વાતચીત શરુ કરી છે.જોકે આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન હાલમાં તો માત્ર પાંચ જે-20 ખરીદવા માંગે છે.કારણકે ચીન આ અત્યાધુનિક જેટ માટે જે રકમ માંગી રહ્યુ છે તે જોતા પાકિસ્તાનને વધારે વિમાનો ખરીદવા પોસાય તેમ નથી.

રાફેલની સાથે સાથે ભારતીય વાયુસેનાએ અપાચે જેવા લડાકુ હેલિકોપ્ટરને પણ સામેલ કરીને પોતાની તાકાત વધારી છે અને ફ્રાંસનુ રાફેલ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તે પાકિસ્તાનને ખબર છે.જેના કારણે પાકિસ્તાન જેએફ-20 વિમાન ખરીદવા માંગે છે.આ વિમાનને ચીન પાંચમી પેઢીનુ અને રાફેલ કરતા પણ વધારે શક્તિશાળી ગણાવે છે.

પાકિસ્તાની વાયુસેના ચીની બનાવટના જેએફ-17 લડાકુ વિમાનો તો વાપરી જ રહી છે.જોકે તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે, ટેકનિકલ ખામીના કારણે 40 જેટલા જેએફ-17 લડાકુ વિમાનોને પાકિસ્તાને ગ્રાઉન્ડેડ કરી દીધા છે.આ સિવાય પાકિસ્તાન અમેરિકાના એફ-16 વિમાનો પણ લાંબા સમયથી વાપરે છે.

જોકે ભારતીય વાયુસેનામાં રાફેલની એન્ટ્રી બાદ પાકિસ્તાન પાંચમી પેઢીના લડાકુ વિમાનને ચીન પાસેથી લેવા માટે ધમપછાડા કરી રહ્યુ છે.પાકિસ્તાન પાંચ જેએફ-20 ખરીદશે તો પણ તેનાથી તેની જરુરિયાત પૂરી થશે કે કેમ તે એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here