કોરોનાના હાલમાં ચાલી રહેલા સંક્રમણ વચ્ચે સિગારેટ પીનારાઓએ સાવધ રહેવાની જરુર છે તેવુ અમેરિકાના સંશોધકોનુ કહેવુ છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, સિગારેટ પીવાની લત ધરાવતા લોકોને કોરોનાનુ સંક્રમણ લાગવાના ચાન્સ સામાન્ય લોકો કરતા ત્રણથી પાંચ ગણા વધારે છે.સંશોધકોના મતે વધારે સિગારેટ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે.જેના કારણે કોરોના વાયરસ આસાનીથી શરીરમાં ઘૂસણકોરી કરી શકે છે.સ્મોકિંગ કરવાના કારણે શ્વાસોશ્વાલને લગતા બીજા ઈન્ફેશન થવાની શક્યતા પણ વધી જાય છે.સાથે સાથે ન્યૂમોનિયા, હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનો પણ ખતરો વધી જતો હોય છે.આ સ્થિતિમાં સ્મોકિંગ કરનારા આસાનીથી કોરોના સંક્રમણની ચપેટમાં આવી શકે છે.
આ સંશોધન કરનારાઓનુ કહેવુ છે કે, સિગારેટમાંથી નિકળતા ધૂમાડાના કારણે શરીરમાં ઈન્ટરફેરોન નામના સેલ કામ કરવાનુ બંધ કરી દે છે.જેનાથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.કારણકેઆ સેલ આપણા ફેફસાને કોરોના સહિતના કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવા માટે એક શીલ્ડની જેમ કામ કરે છે.પણ સ્મોકિંગના કારણે આ શીલ્ડમાં ઠેર-ઠેર કાણા પડી જાય છે અને તેનાથી સંક્રમણ સામે લડવાની તેની ક્ષમતા પર પણ પ્રભાવ પડે છે.જો તમે ડાયાબિટિસના દર્દી હોવ અને સિગારેટ પીતા હોય તો શરીરની નસોમાં નબળાઈ આવે છે અને તેનાથી ફેફસાની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે.
તાજેરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કહ્ હતુ કે, સ્મોકિંગ કે ઈ સિગારેટના કારણે કોરોના વાયરસ સંક્રમણ લાગવાનો ખતરો વધી જતો હોય છે.