શિવરાજે નરોત્તમ પાસેથી સ્વાસ્થ્ય વિભાગ લઈને સિંધિયા ગ્રૂપના પ્રભુરામને આપ્યું; ભાર્ગવને PWD અને દેવડાને નાણાં વિભાગ

0
364
  • તિરાદિત્ય સિંધિયાના ફોઈ યશોધરા રાજેને સ્પોર્ટ્સ અને યુવા કલ્યાણ, ટેક્નોલોજી અને રોજગાર વિભાગ મળ્યું
  • શિવરાજના ખાસ અને ભોપાલના ધારાસભ્ય વિશ્વાસ સારંગને ચિકિત્સા શિક્ષા અને ભોપાલ ગેસ ત્રાસદી રાહત અને પુનર્વાસ મંત્રી બનાવવામાં આવ્યા

ભોપાલ. શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીમંડળ વિસ્તરણના 11માં દિવસે વિભાગોની વહેંચણી કરી દીધી છે. તેની સાથે જ તેમણે અમુક વિભાગોમાં ફેરબદલ પણ કરી છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પાસેથી સ્વાસ્થ્ય વિભાગ લઈને સિંધિયા સમર્થક ડૉ. પ્રભુરામ ચૌધરીને આપવામાં આવ્યું છે. સિંધિયા સમર્થકોને તેમની પસંદગીના વિભાગ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમની પાસે સામાન્ય પ્રશાસન, જનસંપર્ક, નર્મદા ખીણ વિકાસ જેવા વિભાગ રાખ્યા છે જે કોઈ અન્ય મંત્રી પાસે નથી.

ચોથી વાર મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર શનિવારે ગ્વાલિયર આવેલા શિવરાજ સિંહ ચૌહાણેસંભાગાયુક્ત કાર્યાલયમાં બેઠક પછી કહ્યું કે,રવિવારે નવા મંત્રીઓને વિભાગની સોંપણી કરી દેવામાં આવશે. રવિવારે તેમણે ભોપાલમાં દાવો કર્યો હતો કે આજે મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે. જોકે અંતે લિસ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યું.

કેબિનેટ મંત્રી

ક્રમનામવિભાગકયા ગ્રૂપમાંથી
1ગોપાલ ભાર્ગવલોક નિર્માણ, કુટીર અને ગ્રામ ઉદ્યોગપહેલાં પણ મંત્રી રહ્યા
2વિજય શાહવનપહેલાં પણ મંત્રી રહ્યા
3જગદીશ દેવડાવાણિજ્ય વિભાગ, નાણાં અને યોજના વિભાગ, આર્થિક અને સ્ટેટ્સ્ટિકપહેલાં પણ મંત્રી રહ્યા
4બિસાહૂલાલ સિંહખાદ્ય અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાકોંગ્રેસથી ભાજપમાં આવ્યા
5યશોધરા રાજેખેલ અને યુવા કલ્યાણ, ટેક્નોલોજી શિક્ષા, કૌશલ વિકાસ અને રોજગારપહેલાં પણ મંત્રી રહ્યા
6ભુપેન્દ્ર સિંહશહેરી વિકાસ અને આવાસપહેલાં પણ મંત્રી રહ્યા
7એંદલ સિંહ કંસાનાજાહેર આરોગ્ય, મિકેનિક્સકોંગ્રેસથી આવ્યા, એક સમયે દિગ્વિયજની નજીક હતા
8બ્રૃજેન્દ્ર સિંહ પ્રતાપખનિજ સંસાધનો, શ્રમ વિભાગપહેલાં પણ મંત્રી રહ્યા
9વિશ્વાસ સારંગતબીબી શિક્ષણ, ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસનપહેલાં પણ મંત્રી રહ્યા, શિવરાજના ખાસ
10ઈમરતી દેવીમહિલા અને બાળ વિકાસસિંધિયા ગ્રૂપમાંથી
11પ્રભુરામ ચૌધરીલોક સ્વાસ્થય અને પરિવાર કલ્યાણસિંધિયા ગ્રૂપમાંથી
12મહેન્દ્ર સિંહ સિસોદિયાપંચાયત અને ગ્રામીણ વિકાસસિંધિયા ગ્રૂપમાંથી
13પ્રદ્યુમન સિંહ તોમરઉર્જાસિંધિયા ગ્રૂપમાંથી
14પ્રેમ સિંહ પટેલપશુપાલન, સામાજિક ન્યાય અને નિશક્તજન કલ્યાણનવો ચેહરો
15ઓમપ્રકાશ સકલેચાસુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, ટેક્નોલોજીનવો ચેહરો
16ઉષા ઠાકુરપર્યટન, સંસ્કૃતિ અને અધ્યાત્મનવો ચેહરો
17અરવિંદ સિંહ ભદૌરિયાસહકારિતા, લોક સેવા પ્રબંધનનવો ચેહરો
18મોહન યાદવઉચ્ચ શિક્ષાનવો ચેહરો
19હરદીપ સિંહ ડંગઉર્જા અને પર્યટનકોંગ્રેસમાંથી આવ્યો
20રાજ્યવર્ધન સિંહ દત્તીગાંવઔદ્યોગિક નિતિ, રોકાણ પ્રોત્સાહનસિંધિયા ગ્રૂપમાંથી

રાજ્યમંત્રી

1ભારત સિંહ કુશવાહબાગાયત અને ખાદ્ય પ્રોસેસીંગ, સ્વતંત્ર હવાલો, નર્મદા ખીણ વિકાસનવો ચેહરો
2ઈંદર સિંહ પરમાર સ્કૂલ શિક્ષણ, સ્વતંત્ર પ્રભાર, સામાન્ય પ્રશાસનનવો ચેહરો
3રામખિલાવન પટેલપછાત વર્ગો અને લઘુમતી કલ્યાણ, સ્વતંત્ર હવાલો, આદિજાતિ કલ્યાણ, સ્વતંત્ર હવાલો, પંચાયત અને ગ્રામ વિકાસનવો ચેહરો
4રામકિશોર કાંવરેઆયુષ, સ્વતંત્ર હવાલો, જળ સંસાધનનવો ચેહરો
5બ્રૃજેન્દ્ર સિંહ યાદવજાહેર આરોગ્યસિંધિયા ગ્રૂપમાંથી
ગિર્રાજ દંડોતિયાખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસસિંધિયા ગ્રૂપમાંથી
7સુરેન્દ્ર ધાકડલોક નિર્માણ વિભાગસિંધિયા ગ્રૂપમાંથી
8ઓપીએસ ભદૌરિયાનાગરિક વિકાસ અને આવાસસિંધિયા ગ્રૂપમાંથી

પાંચ કેબિનેટ મંત્રી પહેલેથી

1નરોત્તમ મિશ્રાગૃહ, જેલ, સંસદીય કાર્યપહેલાં પણ મંત્રી રહ્યા
2તુલસી સિલાવટજળ સંસાધન, માછીમાર કલ્યાણ અને મત્સ્ય વિકાસસિંધિયા ગ્રૂપમાંથી
3ગોવિંદ સિંહઆવક, પરિવહનસિંધિયા ગ્રૂપમાંથી
4મીના સિંહઆદિમ જાતિ કલ્યાણ, અનુસૂચિત જાતિ કલ્યાણપહેલાં પણ મંત્રી રહ્યા
5કમલ પટેલકિસાન કલ્યાણ અને કૃષિ વિકાસપહેલાં પણ મંત્રી રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here