કોરોના સંક્રમણ અટકાવવા કારમાં બેઠા બેઠા જ મૃતકના પરિવારજનોને સાંત્વના..

0
86

કોવિડ-19થી જીવનમાં અનેક પરિવર્તન આવ્યા છે અને હજુ પણ સતત આવી રહ્યા છે. રાજકોટના મોટામવામાં કોરાટ પરિવારના વડીલ કાળીબેન ઘુસાભાઇ કોરાટનું 19 નવેમ્બરે અવસાન થયું હતું. અવસાન બાદ પરિવારને સાંત્વના પાઠવવા બેસણાનું આયોજન કરાયું હતું. મૃતકના પૌત્ર અને ભાજપના આગેવાન વિજય કોરાટે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા બેસણામાં આવતા લોકો પોતાની કારમાંથી સીધા શ્રદ્ધાંજલિ પાઠવી રવાના થઇ શકે તેવી વ્યવસ્થા કરી હતી. પરિવારના વડીલો માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરી હતી અને તેની આગળથી સાંત્વના પાઠવવા આવેલા લોકો પોતાની કારમાં બેઠા બેઠા ચાલુ કારમાં જ હાથ જોડી પરિવારને સાંત્વના પાઠવી ત્યાંથી જતા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here