રાજસ્થાનના રાજકારણના ફાઈટર પાયલટ બન્યા સચિન; તેઓ સિંધિયાના માર્ગે, પણ આંકડા મધ્ય પ્રદેશ જેવા નહીં

0
438

1. તબેલામાંથી ઘોડા નિકળી રહ્યા છે…
વર્ષ 2018નો રંગ વર્ષ 2020માં બદલાઈ ગયો છે. કોંગ્રેસમાં બાગી-2 પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય પ્રદેશમાં સિંધિયાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યાને હજુ માંડ ચાર મહિના પણ પૂરા થયા નથી ત્યાં રાજસ્થાનમાં ઉપમુખ્યમંત્રી સચિન પાયલટનું વલણ પણ કંઈક આ પ્રકારનું દેખાઈ રહ્યું છે.
અશોક ગેહલોતની સરકાર પાડવાના ષડયંત્રને લઈ જેવો ખુલાશો થયો તેના એક દિવસમાં પાયલટે ગિયર બદલી દીધો. તેઓ ફાઈટર પાયલટવાળી ભૂમિકામાં આવી ગયા અને 12 ધારાસભ્યને લઈ દિલ્હી પહોંચ્યા છે.

દરમિયાન હવે તો માનવું પડશે કે કોંગ્રેસ નેતાઓના નિવેદનોમાં ઈનોવેશન થઈ રહ્યું છે.અગાઉ અશોક ગેહલોતે ધારાસભ્યોની સોદાબાજીને બકરા મંડી સાથે જોડી દીધુ. હવે કપિલ સિબ્બલ ઘોડા-તબેલાની વાત કરી રહ્યા છે. પૂછી રહ્યા છે- શું ઘોડા તબેલામાંથી નિકળી ગયા બાદ જ આપણે જાગશું???
જોકે, એ બાબત સમજમાં નથી આવી કે તેમાં ‘અમે’ અને ‘તબેલા’ શબ્દ કોંગ્રેસના પરિપ્રેક્ષમાં કે દેશની રાજનીતિના પરિપ્રેક્ષમાં રજૂ કરાયા છે?

 હવે કેટલીક એવી વાત કે જે અમારા રિપોર્ટર્સે કહી…
પહેલી- સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ આવ્યા બાદથી પાયલટ સમર્થક ધારાસભ્ય નારાજ છે. તેમનું કહેવું છે કે સરકારે તમામ મર્યાદા પાર કરી દીધી ચે અને હવે ગેહલોત સાથે કામ કરવું શક્ય નથી. ધારાસભ્ય પ્રશ્ન કરી રહ્યા છે કે આપણા મુખ્યમંત્રી કોણ?

 બીજી- રાજસ્થાનમાં કોગ્રેસની સ્થિતિ મધ્ય પ્રદેશ જેટલી ખરાબ નથી. 200 ધારાસભ્યની રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાસે 107નો આંકડો છે. ભાજપ પાસે 72 ધારાસભ્ય છે. જે 13 ધારાસભ્ય ગેહલોત સરકારની  સાથે છે તે ભાજપ સાથે આવી જાય તો પણ આ આંકડો 85 સુધી પહોંચે છે. કોંગ્રેસના ઓછામાં ઓછા 15 ધારાસભ્ય પદ છોડી દે અને પચી અપક્ષ અને અન્ય બાકી નાના પક્ષોના તમામ ધારાસભ્ય ભાજપ સાથે આવી જાય તેવા સંજોગોમાં જ ભાજપ સરકાર બનાવી શકે છે.

આજે શું થશે?
CM ગેહલોતે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અહીં આવનારા ધારાસભ્યોની સંખ્યા સ્થિતિને બિલકુલ સ્પષ્ટ કરી દેશે.

 2. ટ્રમ્પનું માસ્ક
આપણે દેશની વાત જોઈ. હવે જોઈએ વિદેશને લગતી વાત. સમાચાર અમેરિકાથી છે. ટ્રમ્પ અહીં અત્યાર સુધી સૌથી ચર્ચિત રાષ્ટ્રપતિ છે. માર્ચથી વિશ્વભરમાં કોરોનાની ચર્ચા થઈ રહી છે. પણ ટ્રમ્પ જુલાઈ મહિનામાં પ્રથમ વખત માસ્ક પહેરેલા દેખાયા. એક વખત મે મહિનામાં ફોર્ડના એક પ્લાન્ટમાં તેમનો માસ્ક પહેરેલો ફોટો દૂરથી ખેંચવામાં આવ્યો હતો. તે સોશિયલ મીડિયા પર આવ્યો, પણ વેરિફાઈન થઈ શક્યો ન હતો. ત્યારબાદ ખુલ્લીને માસ્કનો વિરોધ કરતા રહ્યા.

હવે માસ્ક પહેર્યા બાદ તેમણે જે કહ્યું તે સાંભળીને તેમના વિરોધીઓને પણ સંકોચ થશે. તેમણે કહ્યું- મે ક્યારેય માસ્ક પહેરવાનો વિરોધ કર્યો નથી, પણ તેને પહેરવા માટે યોગ્ય સમય અને જગ્યા હોય છે.એટલે કે ટ્રમ્પના મતે માસ્ક પહેરવાનો યોગ્ય સમય હવે આવ્યો છે.
3. ઓક્ટોબરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જાય તે નક્કી છે, પણ આ પ્રવાસ અત્યારે નહીં થાય. ઓક્ટોબરમાં યોજાશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ત્રણ T-20 રમશે. BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું કે અમે આ પ્રવાસને મંજૂરી આપી છે. હવે અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓનો ક્વોરન્ટીનનો સમયગાળો ઓછો કરવામાં આવે. કારણ કે બે સપ્તાહ હોટેલના રુમમાં રહેવું ઘણુ મુશ્કેલ હશે. તે ખેલાડીઓ માટે ડિપ્રેસિંગ અને ડિસપોઇન્ટિંગ હશે.

4. આજનો દિવસ કેવો રહેશે?
તેને એસ્ટ્રોલોજી અને ન્યૂમરોલોજી બન્ને પ્રકારથી સમજીએ. એસ્ટ્રોલોજી કહે છે કે સોમવારે બે શુભ યોગ બની રહ્યા છે. તેમા પાંચ રાશી મેષ, વૃષભ, મિથુન, સિંહ અને કુંભ માટે દિવસ લાભદાયક હોઈ શકે છે.ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તમારા માટે દિવસ ઠીક છે. તુલા, વૃશ્ચિક અને મકર રાશીવાળા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
 ન્યૂમરોલોજી કહે છે કે સોમવારે 13 તારીખ છે અને તેનો મૂળ અંક 4 છે. આજે 2 આંકવાળાને ફાયદો મળી શકે છે. 5 આંકડાવાળાને થાક લાગી શકે છે. અત્યારે કોરોનાની સ્થિતિ છે. તમે ક્યાય જવા નહીં ઈચ્છો. તેમ છતા 8 આંકવાળા માટે વિદેશ યાત્રાના યોગ છે.

 5. આજના દિવસ માટે ત્રણ સમાચાર


શહેરોમાં આજે લોકડાઉન

મહારાષ્ટ્રના પુણે અને થાણે, કાશ્મીરના શ્રીનગર તથા મેઘાલયના શિલોંગમાં લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે. પુણેમાં લોકડાઉન એટલા માટે જરૂરી બની ગયુ છે કારણ કે જુલાઈના 12 દિવસમાં અહીં કોરોનાના કેસ 20થી વધી 28 હજારથી  વધારે થઈ ગયા છે. અહીં સોમવારે અડધી રાતથી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. થાણેમાં 19 જુલાઈ, શિલોંગમાં 15 જુલાઈ સુધી લોકડાઉન રહેશે. શ્રીનગરના 68 કન્ટેનમેન્ટ ઝોનમાં સોમવારથી લોકડાઉન શરૂ થશે. આ લોકડાઉન ક્યાં સુધી ચાલશે તે હજુ સ્પષ્ટ નથી.

વિકાસ દુબે કેસમાં આજે સુનાવણી થઈ શકે છે

ગયા સપ્તાહે ગેંગસ્ટર વિકાસ દુબેનું કાનપુર પાસે એકાઉન્ટાર થયુ હતું. પોલીસ તેને જે ગાડીમાં લઈ જઈ રહી હતી, તે પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બાદ ભાગવાનો પ્રયત્ન કરવામાં તેને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરની CBI અથવા SIT તપાસ કરવાની માંગ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે.આ અરજી પર હવે સોમવારે સુનાવણી થઈ શકે છે

ગૂગલની પ્રોડક્ટ આજે લોંચ થશે
ગૂગલે શનિવારે રાત્રે એક ટ્વિટ કર્યું હતું. તેમા તેણે લખ્યુ હતું કે ઉંડા શ્વાસ લો અને તૈયાર રહો. આ સોમવારે કંઈક ખાસ આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ગૂગલ તેના સ્માર્ટ સ્પીકર રજૂ કરી શકે છે. આજે બપોરે 2 વાગ્યાથી તેના વર્ચ્યુઅલ ઈવેન્ટની ભારતમાં સ્ટ્રીમિંગ થશે. તેમા ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પીચાઈ પણ વાત કરે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here