જાન્યુઆરીથી દેશમાં લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે પહેલા ઝીરો લગાવવો પડશે

0
66

ટેલિકોમ કંપનીઓએ લેન્ડલાઇનનાં બધા ગ્રાહકોને શૂન્ય ડાયલ કરવાની સુવિધા આપવી પડશે

દેશભરમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર કોલ કરવા માટે ગ્રાહકોએ 1 જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય ડાયલ કરવો ફરજિયાત હશે. દૂરસંચાર વિભાગે તેની સાથે સંલગ્ન ટ્રાયના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રકારના કોલ માટે 29 મે 2020એ નંબર પહેલા ’શૂન્ય’ લગાવવી ભલામણ કરી હતી. તેનાથી ટેલિકોમ કંપનીઓને વધુમાં વધુ નંબર બનાવવાની સુવિધા મળશે.
ટેલિકોમ વિભાગે 20 નવેમ્બરે બહાર પાડેલા એક પરિપત્રમાં કહ્યું કે, લેન્ડલાઈનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઈની ભલામણોનો સ્વીકાર કરી લેવાયો છે. તેનાથી મોબઈલ તેમજ લેન્ડલાઈન સેવાઓ માટે પૂરતી સંખ્યામાં નંબર બનાવવાની સુવિધા મળશે. પરિપત્ર મુજબ, આ નિયમને લાગુ કર્યા બાદ લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે નંબર પહેલા શૂન્ય ડાયલ કરવો પડશે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓએ લેન્ડલાઈનના બધા ગ્રાહકોને શૂન્ય ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સુવિધા હાલમાં પોતાના ક્ષેત્રની બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે. દૂરસંચાર કંપનીઓને આ નવી વ્યવસ્થાને અપનાવવા માટે એક જાન્યુઆરી સુધીનો સમય અપાયો છે. ડાયલની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઈલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળશે. તે ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here