અહેમદ પટેલ:26 વર્ષની ઉંમરે ભરૂચથી રાજકીય કરિયરની શરૂઆત કરી, પરિવારને હંમેશા પોલિટિક્સથી રાખ્યો દૂર

0
113
  • 1976માં ભરૂચથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી
  • પ્રથમ વખત 1977માં 26 વર્ષની ઉંમરે ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા
  • 1984માં અહેમદ પટેલને પાર્ટીના સંયુક્ત સેક્રેટરી બનાવવામાં આવ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નજીકના અહેમદ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી. જોકે તેઓ છેલ્લે સુધી સોનિયા ગાંધીના ભરોસાપાત્ર રહ્યા. કોંગ્રેસમાં મજબૂત પક્કડ બનાવી રાખનાર અહેમદ પટેલ ખૂબ જ શરમાળ પ્રકારના નેતા હતા અને છેલ્લા 4 દશકાથી વધુ લાંબા રાજકીય કરિયર છતાં તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યો હતો.

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલ પોતે એક રાજકીય પરિવારમાંથી આવતા હતા, જોકે તેમણે પોતાનાં બાળકોને એનાથી દૂર રાખ્યાં હતાં. તેમણે 1976માં ગુજરાતના ભરૂચથી સ્થાનિક ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવાની સાથે જ રાજકીય કરિયરની શરૂઆત કરી અને ઝડપથી જ તેઓ ઈન્દિરા ગાંધીના નજીકના બની ગયા. બાદમાં તેઓ રાજીવ ગાંધીની નજીકના અને ખાસ રહ્યા.

ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ 1984માં લોકસભાની 400 સીટની બહુમતી સાથે સત્તામાં આવ્યા એ સમયે અહેમદ પટેલ સાંસદ હોવા સિવાય તેમને પાર્ટીના સંયુક્ત સેક્રેટરી બનાવવામાં આવ્યા. બાદમાં તેમણે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા.

પરિવારમાં 2 બાળકો
શરમાળ સ્વભાવ ધરાવનારા 71 વર્ષના અહેમદ પટેલનું રાજકીય કરિયર ખૂબ જ સફળ રહ્યું. જોકે રાજકીય બાબતોથી તેમણે પરિવારને દૂર રાખ્યો છે. પુત્ર ફૈઝલ પટેલ રાજકારણથી દૂર રહ્યા છે અને તેમનો બિઝનેસ છે. જોકે તેમની પુત્રી મુમતાજ પટેલના લગ્ન વકીલાત કરનાર ઈરફાન સિદ્દીકીની સાથે થયા.

મોહમ્મદ ઈશકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઈના ઘરમાં 1949માં જન્મેલા અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. પિતા ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને ક્ષેત્રમાં નામાંકિત નેતા હતા. અહેમદ પટેલને રાજકીય કરિયર બનાવવામાં પિતાની ખૂબ મદદ મળી. જોકે તેમનાં બાળકો રાજકારણથી ખૂબ જ દૂર રહ્યાં છે.

1976માં અહેમદ પટેલે મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો થયાં. એક પુત્ર અને એક પુત્રી. જોકે બંને કોંગ્રેસ કે કોઈપણ રાજકારણથી ખૂબ જ દૂર રહ્યાં છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને પિતાના નિધનની માહિતી આપી.

8 વખત સંસદ પહોંચ્યા પટેલ
ગુજરાતના અહેમદ પટેલ ત્રણ વખત લોકસભા માટે ચૂંટાયા હતા, જ્યારે 5 વખત રાજ્યસભા સાંસદ રહ્યા. ઓગસ્ટ 2018માં અહેમદ પટેલને કોંગ્રેસના કોષાધ્યાક્ષ નીમવામાં આવ્યા હતા.
અહેમદ પટેલ પ્રથમ વખત 1977માં 26 વર્ષની ઉંમરે ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. હંમેશાં પડદાની પાછળ રાજકારણ કરનાર અહેમદ પટેલ કોંગ્રેસ પરિવારમાં વિશ્વસનીય નેતાઓમાં ગણાતા હતા. અહેમદ 1993થી રાજયસભા સંસદ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here