રેપના દોષિતને નપુંસક બનાવી દેશે, પાકિસ્તાન ઘડી રહ્યું હતું નવો કાયદો

0
192

 કેટલાક દેશોમાં આરોપીને જાહેરમાં શૂટ કરી દે છે

બળાત્કારના આરોપી તરીકે પુરવાર થનાર વ્યક્તિને  સર્જરી  અથવા રાસાયણિક રીતે નપુંસક કરી દેવાનો કાયદો પાકિસ્તાન ઘડી રહ્યું હોવાની જાણકારી મળી હતી. ઇમરાન ખાનની સરકારે સૈદ્ધાંતિક રીતે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. 

ભારતમાં બળાત્કારીને ફાંસીની સજા કરવામાં આવે છે. દુનિયાના બીજા કેટલાક દેશો એવા છે ત્યાં બળાત્કારીને જાહેરમાં ગોળીબાર દ્વારા ઊડાવી દેવાની સજા કરવામાં આવે છે. નોર્થ કોરિયામાં આ રીતે જાહેરમાં બળાત્કારીને શૂટ કરી દેવામાં આવે છે. સાઉદી અરેબિયામાં ઇસ્લામનો શરિયતનો કાયદો છે. ત્યાં બળાત્કારીને મોતની સજા કરવા ઉપરાંત એની જનનેન્દ્રીય કાપી નાખવાની સજા પણ કરવામાં આવે છે.  સાઉદી અરેબિયામાં મોટા ભાગના ગુના માટે મોતની સજા કરવામાં આવે છે. માત્ર સજાના અમલનો પ્રકાર બદલાય છે. 

પોલાન્ડમાં બલાત્કારના દોષિતને જંગલી સૂવરોના ભોજન તરીકે પીરસી દેવાની સજા કરવામાં આવે છે. જો કે તાજેતરમાં ત્યાં ઘડવામાં આવેલા નવા કાયદા મુજબ દોષિતને નપુંસક કરી દેવાની સજા અમલમાં આવી હતી.  ચીનમાં બળાત્કારના દોષિતને લાંબી કાનૂની કાર્યવાહી ટાળીને ત્વરિત મોતની સજા કરી દેવામાં આવે છે. જો કે એમાં ઘણા નિર્દોષ લોકો પણ દંડાઇ જાય છે. ઇસ્લામી દેશ ઇરાકમાં બળાત્કારના આરોપીને જાહેરમાં પથ્થરો વડે ટોચીને મોતની સજા કરવાની પરંપરા છે. ઇન્ડોનેશિયામાં બલાત્કારના આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે. ક્યારેક એની જનનેન્દ્રીયને કાપી નાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here