કોરોનાની રસી તમને ક્યારે મળશે તેની જાણ SMSથી કરશે સરકાર, આ રીતે મળશે રસીકરણનું સર્ટિફિકેટ, જાણો સમગ્ર પ્લાન

0
115

કોરોનાની 4 રસી Pfizer, Moderna, AstraZeneca અને Sputnik V ના અંતિમ એફેક્સી ડેટા સામે આવી ચૂક્યા છે. ઓક્સફોર્ડ- એન્ટ્રાઝેનેકાની રસી ઓવર ઓલ 70 ટકા અસરદાર રહી છે. ત્યારે બાકીની 3નો સક્સેસ રેન્જ 94 ટકાથી વધારે છે. ઓક્સફોર્ડની રસી પણ ખાસ ડોઝ પેટર્ન પર અસર કરે છે. રસીના ઈમરજન્સી અપ્રુવલ માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જાણો સરકાર તમને કેવી રીતે રસી અંગે જાણ કરશે. તેમજ સર્ટિફિકેટ મોકલશે.

  • SMSથી મોકલશે સરકાર, રસીકરણનું સર્ટિફિકેટ પણ મળશે
  • ડરને દુર કરવાની સગવડ અને સાઈડ ઈફેક્ટનું મોનિટરિંગ કરાશે
  • 20 દેશોના રાજદૂતો 27 નવેમ્બરે ભારતની તાકાત જોવા આવશે

રશિયાની રસીને છોડીને તમામ રસી હવે રેગ્યુલેટર્સની પાસે ઈમરજન્સી અપ્રુવલ માટે જશે. રસીના આગલા વર્ષની શરુઆતમાં ઉપલબ્ધ હોવાની સંભાવના મજબૂત છે. ભારત સરકારના રસીકરણ કાર્યક્રમની રુપરેખા લગભગ બની ગઈ છે. પ્રાથમિકતાના આધારે રસી કોને અને કેટલા પૈસામાં આપવામાં આવશે તેની સંપૂર્ણ રુપ રેખા તૈયાર થઈ રહી છે.

SMSથી મોકલશે સરકાર, રસીકરણનું સર્ટિફિકેટ પણ મળશે

ભારતમાં પ્રાથમિક્તાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સીનિયર સિટિજન્સને રસી આપવાની તૈયારી છે. આ હાઈ પ્રાયોરિટી ગ્રપમાં જે સામેલ થશે તેમને એસએમએસ દ્વારા રસીકરણની તારીખ, સમય અને જગ્યા જણાવવામાં આવશે. મેસેજમાં રસી આપનાર સંસ્થા- હેલ્થ વર્કરનું નામ પણ હશે. પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે એસએમએસ મોકલવામાં આવશે. જ્યારે રસીકરણ પુરુ કરવામાં આવશે ત્યારે ડિજિટલ ક્યૂઆર આધારિક સર્ટિફિકેટ પણ જનરેટ થશે તો રસી લગાવવાના પુરાવા પણ હશે. એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જેના માધ્યમથી કોરોનાની રસી સ્ટોક અને ડિસ્ટ્રીબ્યૂશન , વેક્સીનેશન ટ્રેક કરવામાં આવશે. સરકાર ક્રમબદ્ધ રીતે રસીકરણ આગળ વધારશે.

ડરને દુર કરવાની સગવડ અને સાઈડ ઈફેક્ટનું મોનિટરિંગ કરાશે

કોરોનાની રસી લગાવ્યા બાદ સરકાર લોકોનું મોનિટરિંગ કરશે. એવું એટલા માટે જેથી રસીની સુરક્ષાને લઈને લોકોમાં ભરોસો વધે. રસીકરણને લઈને અલગ અલગ તબક્કામાં અલગ અલગ ભરતી કરવામાં આવશે. એટલા માટે સરકાર પહેલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ દિશામાં જાગૃતતા અભિયાન શરુ  કરવાનું કહી દીધું છે. આ ઉપરાંત રસીની કોઈ પણ આડ અસરને પહોંચી વળવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. રાજ્યોને એડર્નાલાઈન ઈન્જેક્શનનો પુરતો સ્ટોક રાખવા કહ્યું છે. જેથી કોઈ એલર્જિક રિએક્શનની સ્થિતિમાં લોકોનને તે લગાવી શકાય.

ભારતની તાકાત જોવ દુનિયાભરના રાજદૂતો આવશે

રસીની ઈમરજન્સી અપ્રુવલમાં વધુ સમય નહીં લગાવવામાં આવે. ભારત દુનિયાનું સૌથી મોટું રસી ઉત્પાક દેશ છે. જેથી રશિયા, ઓસ્ટ્રેલિયા સહિત 20 દેશોના રાજદૂતો 27 નવેમ્બરે એ જોવા આવશે કે ભારત આટલા ઓછા સમયમાં કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં રસી બનાવી રહ્યું છે.  

વેક્સિન મુદ્દે પીએમ મોદીએ આપી તાજા અપડેટ્સ

મંગળવારે પીએમ મોદીએ તમામ મુખ્યમંત્રીઓની સાથેની બેઠકમાં રસીને લઈન વિસ્તારથી વાત કરી હતી. વેક્સિન મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર દરેક ડેવલપમેન્ટ પર ધ્યાન રાખી રહી છે. હજુ એ નક્કી નથી કે વેક્સિનના એક ડોઝ હશે કે વધારે હશે, હજુ એ પણ નક્કી નથી કે કઈ વેક્સિનની કિંમત કેટલી હશે. કારણ કે આ બધામાં આપણે વૈશ્વિક સંદર્ભમાં જ આગળ વધવું પડશે. ભારત પાસે વેક્સિનને લઈને જે અનુભવ છે તે દુનિયાનાં કોઈ પણ દેશ પાસે નથી. વેક્સિન પહેલા કોને આપવામાં આવશે તે મુદ્દે પણ આપણે બધા એ ભેગા થઇને કરીશું અને રાજ્યોની સલાહ પણ લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here