સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી એકાદશી ના તુલસી વિવાહ ના પવિત્ર દિવસે આગામી તા=26/11/20 ને ગુરુવારે સાંજે સાડા પાંચ કલાકે થી તુલસી ના રોપાનું વીના મુલ્યે વિતરણ કરવામાં આવશે. હીન્દુ ધર્મ માં તુલસી ના છોડ ને એક છોડજ તરીકે નહીં પરંતુ એક માં નો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલું જ નહીં વિષ્ણુ ભગવાન ને તુલસી અતી પ્રીય છે. આજ કારણે સદીઓથી હીન્દુ ધર્મ માં તુલસી ના છોડ ને ધરના આંગણામાં રોપી તેની પુજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
રુષીમુનીઓ અને સાધુ સંતો ના મત મુજબ તુલસી ના છોડ માં અનેક બીમારીઓને દૂર રાખવા ની ક્ષમતા રહેલી છે. તુલસી ના છોડ વાળુ આંગણ સાફ સુથરુ અને સ્વાસ્થ્ય પ્રદ હોય છે. એટલાં માટે ઓછામાં ઓછો એક તુલસી નો છોડ આપ સૌના ધરમાં રોપવા માટે આપ સૌને પ્રેરીત કરી રહ્યા છીએ જગ્યા ના પુ. મહંતશ્રી ભરતબાપુ ની યાદી માં જણાવાયું છે.