સુલતાનપુરમાં ભાઈઓ ભાગની મિલકત બાબતે યુવાનોને સગાભાઇ અને ભત્રીજાએ લમધારી નાખ્યા

0
126

જર જમીન ને જોરું એ છે કજિયાના છોરું

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ભરતભાઈ નાગજીભાઈ ગોંડલીયા ઉંમર વર્ષ 47 ને તેના સગા મોટા ભાઈ ભુપતભાઈ અને ભત્રીજા કેતને ભાઇઓ ભાગ ની મિલકત બાબતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા ઇજા પહોંચાડતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 325 3114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ ફરિયાદમાં ભરતભાઈ એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા હોય વર્તમાન પરિસ્થિતિમાં ઘર ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું હોય ભાઈઓ ભાગની મિલકતના ભાગ માટે તેમના પિતા પાસે ગયા હતા ત્યારે મોટાભાઈ ભુપતભાઈ અને તેનો દીકરો કેતને મિલકત ના ભાગ બાબતે ઝઘડો કરી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here