પંચમહાલ,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલૂકાના સદનપુર ગામે આવેલા એક ખેતરના કૂવામાં બે નીલગાયો પડી જતા વનવિભાગ અને ગ્રામજનો દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતૂ.
મળતી માહિતી અનૂસાર શહેરા તાલૂકાના સદનપૂર ગામના એક ખેતરમાં કૂવો આવેલો છે.સ્થાનિકોને બે નીલગાય પડેલી જોવા મળી હતી.પોતાનો જીવ બચાવવા આમતેમ કૂવામા ફરતી હતી.સ્થાનિકો દ્વારા તાત્કાલિક શહેરા વનવિભાગને જાણ કરવામા આવી હતી. વનવિભાગના કર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા કૂવામા પડેલી નીલગાયોને બચાવાનુ રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતૂ.

કુવામા પાણી ભરેલુ હોવાથી નીલગાયોને બહાર કાઢવાનૂ કામ સહેલૂ ન હતૂ.વનવિભાગને ભારે મસલત કરવી પડી હતી.દોરડા અને જાળીની મદદથી તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.નીલગાયને બચાવાનુ ઓપરેશન કલાકો સૂધી ચાલ્યૂ હતૂ.આખરે મહેનતના અંતે બંને નીલગાયોને પાણીથી ભરેલા કૂવામાથી બહાર લાવામા વનકર્મીઓ અને ગ્રામજનોને સફળતા મળી હતી.નીલગાયો બહાર નીકળતા નજીકના સદનપૂરના જંગલમા જતી રહી હતી.આમ ગ્રામજનો અને વનવિભાગની મહેનતને કારણે કુવામા પડેલી નીલગાયોનો જીવ બચ્યો હતો.

અહેવાલ :- ગણપત મકવાણા