ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે આ દેશના PM સહિત ક્રાઉન પ્રિન્સ મોહમ્મદનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ

0
124

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) અને આબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan)ને નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. બન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ સ્થાપિત કરવાના હેતુથી બન્ને નેતાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યો બદલ તેમના નામ નોમિનેટ કરવામાં આવ્યા છે. રશિયાની એજન્સીએ સ્પૂતનિકે ઈઝરાયલી પ્રધાનમંત્રીને કાર્યાલયના હવાલાથી આ અંગે જાણકારી આપી છે.

  • નોબેલ પ્રાઈઝ કમિટિ નેતન્યાહૂ અને અલ નહયાનની ઉમેદવારીની સમીક્ષા કરશે
  • ટ્રમ્પનું નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું
  •  નોબેલ પ્રાઈઝ વિજેતા લોડ ડેવિડ ટ્રિમ્બલે આ બન્નેના નામ પસંદ કર્યા છે

નોબેલ પ્રાઈઝ કમિટિ નેતન્યાહૂ અને અલ નહયાનની ઉમેદવારીની સમીક્ષા કરશે

ઈઝરાયલી પીએમના કાર્યાલયના અનુસાર નોબેલ પ્રાઈઝ વિજેતા લોડ ડેવિડ ટ્રિમ્બલે આજે અબૂ ઘાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદની સાથે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની ઉમેદવારી દાખલ કરાવી છે. સ્પૂતનિકના જણાવ્યાનુંસાર ટ્રિમ્બલ ઉત્તર આયરલેન્ડના મંત્રી છે.  જેમણે દેશમાં સંઘર્ષને શાંતિપૂર્ણ સમાધાન કાઢવા માટે કરવામાં આવેલા પ્રયત્નો માટે 1998માં નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યા હતા. એ બાદ તેમને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટે અન્ય ઉમેદરવારોને પસંદ કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. નોબેલ પ્રાઈઝ કમિટિ નેતન્યાહૂ અને અલ નહયાનની ઉમેદવારીની સમીક્ષા કરશે.

…આ પહેલા મિસ્ત્ર અને જોર્ડનની એક લિસ્ટમાં હતા

ઉલ્લેખનીય છે કે 15 સપ્ટેમ્બરે સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈઝરાઈલ, બહરીન અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ સમજૂતીનો પાયો નાંખવા માટે વ્હાઈટ હાઉસમાં એક હસ્તાક્ષર સમારોહની અધ્યક્ષતા કર્યા હતા. બન્ને દેશો, બહેરીન અને યુએઈ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અબ્રાહમ સમજૂતી(Abraham Accord) મુજબ હવે ઈઝરાઈલની સાથે પૂર્ણ સંબંધ રાખનારા અબજ રાષ્ટ્ર છે. આ પહેલા મિસ્ત્ર અને જોર્ડનની એક લિસ્ટમાં હતા.

ટ્રમ્પનું નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ 2021માં નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. નોર્વેના પ્રોગ્રેસ પાર્ટીના સાંસદ અને નાટો સાંસદીય સભાના ચેરમેન ક્રિશ્ચિયન ટાઈબ્રિંગ ગજેડે ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ સમજૂતીમાં ટ્રમ્પની મહત્વની ભૂમિકા જોતા તેમનું નામ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here