જુનાગઢ શહેર માં કોરોના નો કહેર યથાવત આજે કોરોનાના વધુ ૨૬ કેસ સામે આવતા કુલ કેસનો આંક ૩૩૭ એ પહોચ્યો

0
282

જૂનાગઢ : જિલ્લામાં આજે કોરોનાના વધુ ૨૬ કેસ સામે આવતા કુલ કેસનો આંક ૩૩૭ એ પહોચ્યો છે, જેમાં જુનાગઢ જિલ્લાના ૨૯૭ અને અન્ય જિલ્લાના ૪૦ કેસનો સમાવેશ થાય છે, અત્યાર સુધીમાં ૩૩૭ માંથી ૧૬૫ દર્દી સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે, જયારે હાલ ૧૬૨ કેસ એક્ટીવ છે. આજે ધોરાજીના રંગોળી મહોલ્લામાં મદીના મસ્જીદ પાસે રહેતા અને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલ ૭૬ વર્ષના એક વૃધ્ધનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું છે.

જૂનાગઢ તાલુકામાં જ આજે ૧૦ કેસ સામે આવ્યા છે, તેમાં સૌથી વધુ મજેવડીમાં ૬ કેસ સામે આવ્યા છે, મજેવડીમાં ઢોલરીયા શેરીમાં રહેતા ૩૦ વર્ષીય મહિલા, માલવિયા શેરીમાં રહેતા ૬૩ વર્ષના પુરુષ, પરબશેરીમાં રહેતા ૪૨ વર્ષના પુરુષ, આફ્રિકા શેરીમાં રહેતા ૪૩ વર્ષના પુરુષ, મેઈનબજારમાં રહેતા ૨૧ વર્ષના પુરુષ, માલવિયા શેરીમાં રહેતા ૩૬ વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જયારે તાલુકાના ગોલાધાર ગામે બે કેસ સામે આવ્યા છે, ગોલાધરના ૬૪ વર્ષના મહિલા, ઇન્દિરાનગરમાં રહેતા ૫૫ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, તો બગડુ ગામે ૭૨ વર્ષના એક વૃધ્ધ પણ કોરોનાથી સંક્રમિત બન્યા છે. તો માખીયાળા ગામે ખરાવાડા પ્લોટમાં રહેતા ૬૦ વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જુનાગઢ તાલુકામાં ૧૦ કેસ સામે આવ્યા છે.

જિલ્લાની વાત કરીએ તો કેશોદ તાલુકામાં કેશોદમાં લીમડા ચોકમાં રહેતા ૩૯ વર્ષીય મહિલા, બરસાના સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષના યુવાન, બડોદર ગામે ૨૫ વર્ષના યુવાન, હાંડલા ગામે ૮૦ વર્ષના મહિલા અને ૪૦ વર્ષના યુવાન, અને કાલવાણી ગામે રહેતા ૨૯ વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ભેસાણમાં ખંભાલીયા ગામે ૭૦ વર્ષના પુરુષ, સાકરોલા ગામે ૫૨ વર્ષીય મહિલા, મેંદપરા ગામે ૪૦ વર્ષના પુરુષ, વિસાવદરમાં શોભાવડલા ગામે ૨૫ વર્ષના યુવાન, કાનાવડલા ગામે ૪૦ વર્ષના યુવાન, માળિયા તાલુકામાં આવાણીયા પ્લોટમાં રહેતા ૪૭ વર્ષના મહિલા, આવાણીયા પ્લોટમાં રહેતા ૫૨ વર્ષના પુરુષ, અને નવાપરા જૂથલ ગામે રહેતા ૩૪ વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો માણાવદરમાં ચુડા ગામે ૬૦ વર્ષીય મહિલા, માંગરોળમાં પીજીવીસીએલની બાજુમાં રહેતા ૫૫ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ક્યાં તાલુકામાં કુલ કેટલા કેસ

તાલુકો – પોઝિટીવ – ડીસ્ચાર્જ – એક્ટીવ

જૂનાગઢ સીટી – ૧૭૪ – ૮૯ – ૮૦
જૂનાગઢ ગ્રામ્ય – ૨૫ – ૦૫ – ૧૯
કેશોદ – ૨૩ – ૧૩ – ૧૦
ભેસાણ – ૧૧ – ૦૫ – ૦૬
માળિયા – ૧૦ – ૦૬ – ૦૪
માણાવદર – ૦૭ – ૦૬ – 01
મેંદરડા – ૧૧ – ૦૮ – ૦૩
માંગરોળ – ૦૪ – ૦૨ – ૦૨
વંથલી – ૦૭ – ૦૩ – ૦૪
વિસાવદર – ૨૫ – ૧૦ – ૧૪

જૂનાગઢ વાસીઓ એ હવે ચેતી જવાની જરૂર છે કારણ કે કોરોના ના કેસ માં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના મહાનગરોમાં સ્થિતિ બેકાબુ બનતી જાય છે એટલે ગફલતમાં રહેવાની જરા પણ ભૂલ કરશો નહિ કારણ કે બીજા શહેરોમાંથી હવે લોકો કોરોનથી બચવા ભાગી રહ્યા છે અને નાના શેરો અને ગામડાઓમાં આવી રહ્યા છે ત્યારે દરેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છેબને ત્યાં સુધી ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, હંમેશ માસ્ક પહેરેલો રાખવો જોઈએ અને સોસીયલ ડિસ્ટન્સ નો કડક પાને અમલ કરવો જોઈએ તેમજ વારંવાર હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ જો આમ નહિ કરવામાં આવે તો આવતા દિવસોમાં કોરોના કોઈપણ વ્યક્તિને શિકાર બનવી શકે છે,

અહેવાલ :- હુસેન શાહ મદાર(જુનાગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here