તમિલનાડુના 13 જિલ્લામાં આવતીકાલ સુધી રજા, ચેન્નઈ એરપોર્ટ પણ બંધ; 30 હજાર લોકોનું કરાયું સ્થળાંતર

0
101

બંગાળની ખાડીથી ઉદ્ભવેલું નિવાર વાવાઝોડું પુડ્ડુચેરીથી 120 કિલોમીટર દૂર છે અને હાલ તેની સ્પીડ 11 કિમી/કલાકની છે. નિવાર મોડી રાત સુધીમાં કરાઇકલ (આંધ્રપ્રદેશ) અને મહાબલીપુરમ (તમિલનાડુ)ને પાર કરશે. અહીંથી પસાર થતા સમયે 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફુંકાય શકે છે.

નિવારને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. NDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે છેલ્લાં બે દિવસથી અમારી ટીમ ગ્રાઉન્ડ પર છે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્રમાં અમે 25 ટીમ તહેનાત કરી છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. આ ઉપરાંત 1200 રેસ્ક્યૂ ટુપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 800 ટુપર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ચેન્નઈને 2015ના પૂરનો પાઠ યાદ છે, એટલા માટે 90% ભરાયેલા ડેમમાંથી તોફાન આવ્યા પહેલાં પાણી છોડાયું

નિવારને કારણે ચેન્નઈ એરપોર્ટ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. આ પહેલાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરૂવરુર, ચેંગાલપટ્ટૂ અને પેરમ્બલોર જેવા શહેર સામેલ છે. તમિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

ચેન્નઈમાં સતત વરસાદ, કરુણાનિધિના ઘરમાં ભરાયું પાણી
ચેન્નઈમાં છેલ્લાં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. પૂર્વ CM કરુણાનિધિના ઘરમાં પાણી ભરાય ગયા છે. ચેન્નઈ પ્રશાસને 2015માં આવેલા પૂરને ભૂલ્યાં નથી, તેથી તેઓએ પગલાં ભરતા 90% ભરાઈ ગયેલા ચેંબરમબાક્કમ ડેમના ગેટ ખોલી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલાં ફેઝમાં ડેમથી 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ડેમનું પાણી અડયાર નદીમાં જશે, તેથી નદીકાંઠાના વિસ્તારના નીચલા વિસ્તારમાં કુંદ્રાતુર, સિરુકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનીરમલઇમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ફોટો પુડ્ડચેરીનો છે, જ્યાં ભારે પવન ફુંકાતા અનેક ઝાડ પડી ગયા હતા

ફોટો પુડ્ડચેરીનો છે, જ્યાં ભારે પવન ફુંકાતા અનેક ઝાડ પડી ગયા હતા

વડાપ્રધાને પુડ્ડુચેરી અને તમિલનાડુના CM સાથે ચર્ચા કરી
નિવારને લઈને વડાપ્રધાન મોદીએ મંગળવારે તમિલનાડુ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. મોદીએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવાની વાત પર જોર આપ્યું છે. PMએ બંને રાજ્યના CMને દરેક પ્રકારની મદદની વાત કરી છે.

કોસ્ટ ગાર્ડની 8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત
વાવાઝોડાંને કારણે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં તમિલનાડુ અને પુડ્ડુચેરી કાંઠાના લગભગ કોસ્ટ ગાર્ડની 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરવામાં આવ્યા છે. તેની મદદથી મર્ચન્ટ શિપ અને માછલી પકડવાની શિપને વાવાઝોડાંની ચેતવણી આપવામાં આવી છે.

તમિલનાડુમાં રિલીફ એન્ડ રેસ્ક્યૂ ટીમની તૈયારી

તમિલનાડુમાં રિલીફ એન્ડ રેસ્ક્યૂ ટીમની તૈયારી

નિવારનો સામનો કરવા માટે NDRF સંપૂર્ણ રીતે તૈયાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here