Cyclone Nivar : ગુજરાત માથે વાદળા ઘેરાણાં, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

0
141

વાવાઝોડું નિવાર દક્ષિણ ભારતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત માથે પણ વાદળા ઘેરાણા છે. અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે.

  • અરવલ્લીના વાતાવરણમાં પલટો
  • વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ માવઠું
  • ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં નિવાર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયે વાદળા ઘેરાણાં છે. અરવલ્લીમાં આજે કમોસમી વરસાદ મંડાણો છે. 

ગઈકાલે વાવાઝોડું ટકરાયું

ગઇકાલે મધરાત્રે મધરાત્રે પુડુચેરી-તમિલનાડુના સમુદ્ર તટે નિવાર  વાવાઝોડુ 110 કિમીની ઝડપે દરિયા કિનારે ટકરાયું હતું. વાવાઝોડુ હાલ ઉત્તર, પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 

ચેન્નઇમાં આવતી કાલ સુધી વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ નબળુ પડી ગયુ છે, પરંતુ ચેન્નઇ સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. માછીમારોને હજુ પણ દરિયા કિનારે ન જવાની ચેતવણી આપી છે. 

આજે નહી યોજાઇ યુજીસી-નેટની પરીક્ષા

વાવાઝોડુ નિવારને ધ્યાનમાં લઇને તમિલનાડુ અને પુડુચેરીમાં ગુરુવારના રોજ સંયુક્ત સીએસઆઇઆર-યુજીસી નેટ 2020 પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વરિષ્ઠ નિદેશક ડો. સાધના પરાશર તરફથી જાહેર કરવામાં સુચના મુજબ પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here